તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ઠંડા પવનોની ગતિ વધશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૪: સ્કાયમેટના વર્તારા મુજબ ગુરૂવારથી ઠંડીના નવા રાઉન્ડનો પ્રારંભ શરૂ થયા બાદ ઠંડીની જમાવટ પણ ક્રમશઃ વધી રહી છે.સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, આગામી ચારેક દિવસ ઠંડીનો છેલ્લો છેલ્લો પ્રકોપ જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં ડબલ્યુ ડી પૂર્વોતર રાજયો તરફ સરકી જતા રાજસ્થાન- ગુજરાતમાં ઉતરના ઠંડા પવનોની ગતિ વધશે.
ડબલ્યુ ડી ના આગમનનો ક્રમ તો ફેબ્રુઆરી સુધી જોવા મળતો હોય છે. આગામી ૨૯/૩૦ જાન્યુઆરીએ ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થશે. પણ ફેબ્રુઆરીમાં ગુજરાત મહારાષ્ટ્રમાં ઠંડીની તિવ્રતા ઘટવા માંડે છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
