<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

કચ્‍છમાં ઓલ ઇન્‍ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટઃ ૯ મહાબંદરોની ટીમ જોડાઈ

ચોટીલાના યુવકે પીએચ.ડી.ની પદવી મેળવી

ચોટીલાઃ તાલુકાના કાળાસર ગામના રહેવાસી ભરતભાઈ રાણાભાઇ પરમારે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી ગ્રામ પંચાયત સ્‍તરે સાંમાજિક ન્‍યાય સમિતિની કામગીરી અને તેની અસરકારતા વિશે સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવી છે. આ સંશોધન દાહોદ જિલ્લાના ધ્‍યાને રાખીને કરવામાં આવેલ. ભરતભાઈ પરમાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્‍ય પછાત વર્ગો, નબળા વર્ગોના હિત માટે કામ કરે છે. માનવ અધિકાર એક્‍ટિવિસ્‍ટ અને સમાજ વિજ્ઞાન સંશોધક તરીકે કામગીરી કરે છે જેમને ચોટીલા તાલુકાના ઘણા લોકોને મદદરૂપ થયા છે. કાયદાલક્ષી બાબતો, સામાજિક ન્‍યાય, માનવ અધિકારની બાબતો, યુવાનોની સમસ્‍યાઓ અંગે લોકોને જાગળત કરી સેવાકીય પ્રવળત્તિ કરે છે. ગ્રામીણ લોકોના અધિકારો પર વધુ પકડ ધરાવે છે. ઘણી સંસ્‍થાઓમાં કાયદાના નિષ્‍ણાંત, પંચાયતીરાજ અંગે તાલીમ આપવાનું કામ કરે છે. અત્‍યાર સુધી ઘણા બધા તલાટી અને સરપંચને તાલીમ આપી ચૂકયા છે. ચોટીલા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજમાંથી પદવી મેળવનાર પ્રથમ છે. (તસવીરઃ હેમલ શાહ)

(12:14 PM IST)