<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

મોરબી પંચવટી સોસાયટીમાં પાણી પ્રશ્ને બાહેંધરી બાદ ઉપવાસીએ પારણા કર્યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૪  મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાના પાણીનો પ્રશ્ને ઉકેલાતો ના હોય જેથી સ્‍થાનિક દ્વારા પાણીના ટાંકામાં બેસી વિરોધ કરવામાં આવ્‍યો હતો અને આજે સોસાયટીના રહીશો મહાપાલિકા કચેરી ધસી ગયા હતા જ્‍યાં આપ નેતાની ઉપસ્‍થિતિમાં રામધુન બોલાવી વિરોધ કર્યો હતો જે સમગ્ર ઘટનાક્રમને પગલે ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયાએ ઉપવાસ કરનાર ચેતનભાઈના ઘરની મુલાકાત લીધી હતી અને લેખિત બાહેંધરી બાદ મામલો થાળે પડ્‍યો હતો મ્‍યુનીસીપલ કમિશનર દ્વારા હાલ કામ ચલાઉ તેમજ કાયમી પ્રશ્નેના ઉકેલની ખાતરી આપવામાં આવી છે ત્‍યારે ઉપવાસીએ મ્‍યુનીસીપલ કમિશનર તેમજ ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયા, કે ડી બાવરવા અને આપ નેતા પંકજ રાણસરીયાના હસ્‍તે પારણા કર્યા હતા.

(11:26 AM IST)