<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

મોરબીથી રફાળેશ્વર વચ્‍ચે રેલ્‍વે ટ્રેકમાં ક્રેક પડી જતા રેલ વ્‍યવહાર પ્રભાવિત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા.૨૪:મોરબી વાંકાનેર વચ્‍ચે આખો દિવસ ડેમુ ટ્રેન દોડતી રહે છે જોકે આજે સવારે રફાળેશ્વર જતા ટ્રેક પર ક્રેક પડી જતા સવારની ડેમુ ટ્રેન મોડી પડી હતી અને રેલ્‍વે વિભાગે તુરંત રીપેરીંગ શરુ કરી દીધા બાદ રેલ વ્‍યવહાર પુનઃ શરુ કરવામાં આવ્‍યો હતો.

મોરબીના નજરબાગ રેલ્‍વે સ્‍ટેશનથી રફાળેશ્વર વચ્‍ચે રેલ્‍વે ટ્રેકમાં આજે સવારે અડધો ઇંચ જેવી ક્રેક પડી હતી જેને કારણે સવારની ડેમુ ટ્રેન સવારે ૮::૨૦ ને બદલે ૯:૧૦ વાગ્‍યે નીકળી હતી રેલ્‍વે વિભાગને ધ્‍યાનમાં આવતા રેલ વ્‍યવહાર બંધ કરી દેવાયો હતો ઠંડીને કારણે ક્રેક પડી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે ૫૦ મિનીટ બાદ ટ્રેન ફરી દોડતી થઇ હતી.

(11:24 AM IST)