તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ખાતરમાં થયેલ ભાવ વધારો પરત લેવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૪ ખેડૂતોને ડામવાના બદલે પગભર બનાવવા સરકાર મનઘડત નિર્ણયો પર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવવધારો પરત લે તેવી માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતરમાં સરકાર તરફથી ખાતરના ભાવમાં એક બેગ પર રૂ ૨૫૦ નો વધારો કરી ખેડૂતોને ડામવાના પ્રયત્નો કર્યા છે જેના કારણે ખેડૂતોના મનોબળને ઠેસ પહોંચી છે ભારત કળષિ પ્રધાન દેશ છે મોટાભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે આવા મનઘડત ભાવવધારા ખેડૂતોને નુકશાનકારક છે દેશમાં મોટા ઉદ્યોગપતિઓને સરકાર તરફથી માતબર લોન આપી દેશ બહાર મોકલી મોજશોખ કરાવવાને બદલે જો દેશના ખેડૂતોને કળષિ સંશાધનો પુરા પાડી યોગ્ય ભાવ અને સહાય આપવામાં આવે તો ખેડૂતો પગભર બની જાય અને આર્થિક સ્થિતિમાં સુધારો આવી સકે પરંતુ આવા ખાતર સહિતના ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવવધારો અને પોષણક્ષમ ભાવ ના મળવાથી ખેડૂતો ગામડા છોડી શહેર તરફ આકર્ષાઈ રહ્યા છે.
વધુમાં મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અતિવળષ્ટિના કારણે ખેડૂતોની જમીનોનું ધોવાણ થઇ જતા ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયો છે તેવી સ્થિતિમાં ખાતરમાં ભાવવધારો કરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે આમ સરકાર ખેડૂતોને ડામવાના બદલે ખેડૂતોને પગભર કરવા માટે મનઘડત નિર્ણયો પર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવવધારો પરત ખેંચવા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા માંગ કરી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
