તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ભાણવડનાં બરડા ડુંગરમાંથી ર માનવ કંકાલ મળ્યાઃ પ્રેમીપંખીડા હોવાની આશંકા
એકાદ મહિના પહેલા બન્નેના આપઘાતથી મૃત્યુ થયાનું અનુમાનઃ પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડાયાઃ ભાણવડ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના બરડા ડુંગરમાંથી ર માનવ કંકાલ મળી આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આગેવાનીમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પ્રેમી પંખીડા હોવાની આશંકા છ.ે માનવ કંકાલના પોસ્ટમોર્ટ માટે જામનગર ખસેડાયા છે. એકાદ મહિના પહેલા મૃત્યુ થયાનું અનુમાન છે.
આ માનવ કંકાલ કિલેશ્વર નેશથી આગળ, સાબર બ્રિડીંગ સેન્ટર, ધોરાધુનાથી ઉત્તર બાજુ વડલી વાળી જરમાં અંદરના બરડા ડુંગરમાં તા. ભાણવડ ખાતેથી માનવ કંકાલ ર મળ્યા હતાં.
મૃતક બન્ને અજાણ્યા વ્યકિતઓએ કોઇપણ અગમ્ય કારણોસર સજોડે આંબલીના ઝાડ સાથે સફેદ સુતરની દોરીથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે ભાણવડ પોલીસ સ્ટેશનના અનાર્મ એએસઆઇ ગિરીશભાઇ, અરજણભાઇ ગોજીયાએ જાહેર કરતા પોલીસ ઇન્સપેકટર કે. કે. મારૂ અને ભાણવડ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ પાસેના બરડા ડુંગરમાં કિલેશ્વર મહાદેવની બાજુમાંથી થતા જંગલના રસ્તા પર ગીચ જંગલમાં ઉંડે બે માનવ કંકાલ વન વિભાગના ધ્યાને આવતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસ તંત્ર દોડયું હતું.
ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ નર કંકાલ મળી આવ્યું હતું જે મહીનાઓ પહેલાનું હોય માત્ર હાડકા જ હતા તથા ગળામાં દોયું વીંટાયેલું હોય જંગલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાનું અનુમાન પોલીસ તંત્ર કરી રહ્યું છે.
જો કે લાંબા સમયથી માત્ર હાડકામાં જ રહેલા આ બન્ને કંકાળ નર છે કે નારી તે પણ જાણી શકાયું નથી. તથા એફ. એસ. એલ. તથા પેનલ તબીબોની મદદથી સ્પેશ્યલ પોસ્ટમોર્ટમ કરવા માટેની કામગીરી દ્વારકા જિ. પો. વડા નિતેશ પાંડે દ્વારા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિને સોંપતા તેમણે ભાણવડ પોલીસ ઇન્સ્પેકટર બ્રહ્મભટ્ટની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. તથા આ વિસ્તારમાં કોઇ ગૂમ થયું હોય તો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
