News of Friday, 24th January 2025
એક મહિના પહેલા એસિડ પી લેનારા દ્વારકાના નિલોફરબેનનું મોત
રાજકોટમાં દમ તોડયોઃ ગૃહકલેશને કારણે પગલુઃ બે સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૨૪: દ્વારકામાં નરસંગ ટેકરી હુશેની ચોક વિસ્તારમાં રહેતાં નિલોફરબેન અબ્બાસભાઇ મોદી (ઉ.વ.૪૨) નામના મહિલાએ ઘરે એસિડ પી લેતાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ નિલોફરબેને એક મહિના પહેલા એક મહિના પહેલા ઘરે એસિડ પી લેતાં જામનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી પોરબંદર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. નિલોફરબેનના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કલરકામની મજૂરી કરે છે. સગાના કહેવા મુજબ ગૃહકલેશને કારણે તેણીએ એસિડ પી લીધુ હતું. સારવાર દરમિયાન મૃત્યુથ તાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ દેવભૂમિ દ્વારકા પોલીસને જાણ કરી હતી.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
