<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

આટકોટ પાસેથી ૮૦ લાખનો દારૂ ઝડપાયો

૧ કરોડનો મુદ્દામાલ કબજેઃ ડ્રાઇવર અને ક્‍લીનર નાસી છૂટતા તપાસનો ધમધમાટ : ટેન્‍કરના ખાનામાં છુપાવીને દિવ-દમણથી લવાતો હતો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.,૨૪:  સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આટકોટ પાંચવડા રોડ ઉપરથી ચોક્કસ બાતમીના આધારે દિવ દમણ તરફથી ટેન્‍કરના ખાનામાં છુપાવી સૌરાષ્‍ટ્રમાં આવતો ૮૦૦ પેટી  વિદેશી દારૂ જેની કિંમત અંદાજે ૮૦ લાખ તેમજ ટેન્‍કર સહિત ૧ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો છે. હાલ ગણતરી ચાલુ છે. ડ્રાઇવર અને ક્‍લીનર નાસી છૂટયા હોય વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. 

રાજકોટ જિલ્લાના આટકોટ પાસેથી આજે વહેલી સવારે સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ૮૦૦ જેટલી વિદેશી દારૂની પેટી ટેન્‍કરમાં છુપાવી સૌરાષ્‍ટ્રના ડીલેવરી કરવા આવતા હતા ત્‍યારે ચોક્કસ બાતમીના આધારે સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્‍યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચોક્કસ બાકીના આધારે સ્‍ટેટ મોનિટરિંગ સેલ રાત્રે બાર વાગ્‍યાથી આટકોટ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્‍યારે વહેલી સવારે ત્રણ વાગ્‍યે આટકોટ-પાંચવડા ચોકડી પાસેથી ટેન્‍કરની તલાસી લેતા ટેન્‍કરના ખાનામાં છુપાવેલ જુદી જુદી બ્રાન્‍ડની વિદેશી દારૂની ૮૦૦ જેટલી પેટી મળી આવી હતી.

ટેન્‍કરને રોકવામાં આવતા ડ્રાઇવર અને કંડકટર બંને અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હોય માલ કયાંથી આવતો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા મળ્‍યું નથી.

ડ્રાઇવર કંડકટર નાસી ગયા બાદ સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્‍કર આટકોટ પોલીસ સ્‍ટેશનને લાવવામાં આવ્‍યું હતું અને હજુ ગણતરી ચાલુ હોય ગણતરી થયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

૮૦૦ પેટી વિદેશી દારૂની કિંમત અંદાજે ૮૦ લાખ રૂપિયા અને ટેન્‍કરની કિંમત ૨૦ લાખ ગણી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

ટેન્‍કર કોની માલિકીનું છે તે તપાસ કર્યા બાદ દારૂ કયાંથી લવાયો અને કયાં લઈ જવાનો હતો તે બહાર આવશે હાલ સ્‍ટેટ મોનિટરિંગ સેલ આ અંગે વધુ કાંઈ કહેવાને બદલે તપાસ ચાલુ છે એવું કહી રહ્યા છે.

(11:02 AM IST)