<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

દરેડમાં ભગવાન પરશુરામજીના વિરાટ ભવ્‍ય મંદિરના નિર્માણ કાર્યનો આરંભ

રજકુંભ પરશુરામજીના જન્‍મસ્‍થાન મધ્‍યપ્રદેશથી લાવવામાં આવ્‍યા

રાજકોટઃ જામનગરના દરેડ ખાતે તક્ષશીલા સ્‍કૂલ ખાતે ભગવાનશ્રી પરશુરામજીના વિરાટ ભવ્‍ય મંદિરનું નિર્માણકાર્ય દ્વારકા પીઠાધીશ શંકારચાર્યશ્રી સદાનંદ સરસ્‍વતિજી મહારાજના શુભહસ્‍તે શરૂ થયું છે. મંદિરની ભવ્‍યતા અને દિવ્‍યતા માટે પરશુરામ પ્રભુની જન્‍મભૂમિ જાનાપાઉ (મધ્‍યપ્રદેશ)થી તેમની જન્‍મભૂમિની માટી (રજકુંભ) એકત્રીત કરવા કથાકાર શાષાી વિરલભાઇ નાકર, જયેશભાઇ પુરોહીત સહિતની ટીમ ત્‍યાં ગઇ હતી. રજકુંભ દરેડ ખાતે આવી પહોંચતા કુમારીકાઓ અને ગામલોકોએ વાજતેગાજતે સ્‍વગત કર્યુ હતું. આગેવાનો, ભુદેવો સહિતના હાજર રહ્યા હતાં.

(3:55 PM IST)