તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
જોડીયાના કેશીયા પાસે ટ્રેકટર-કાર વચ્ચે ટક્કરઃ ર ના મોત
કચ્છના પ્રસિધ્ધ ફિલ્મ મેકર વિનોદ ગણાત્રાને ચિલ્ડ્રન સિનેમામાં પ્રદાન બદલ પ્રતિષ્ઠીત એવોર્ડ

રાજકોટઃ ઘણીવાર આપણે કોઇ વ્યકિતના સમાજ માટેના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેનું સન્માન કરવામાં ચુકી જતા હોયએ છીએ કે સમય વીતી ગયા બાદ તેના સન્માનની નોંધ લેતા હોઇએ છીએ. આવું જ કાંઇક મુંબઇ સ્થિત કચ્છના ફિલ્મ મેકર શ્રી વિનોદ ગણાત્રા સાથે થયું છે. છેલ્લા ચાર દાયકાથી મુંબઇ ફિલ્મ જગત સાથે જોડાયેલા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચુકેલા શ્રી વિનોદ ગણાત્રા એક ગુજરાતીને ગર્વ થાય તેવી કારકિર્દી ધરાવે છે.
તાજેતરમાં તેમને સાઉથ આફ્રીકા ખાતે નેલ્સન મંડેલા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ચિલ્ડ્રન ફિલ્મ સિનેમામાં પ્રદાન બદલ તેમને નેલ્સન મંડેલા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો.
ગુજરાત-કચ્છના વતની વર્ષોથી મુંબઇ સ્થાયી થયેલ વિનોદ ગણાત્રાને અત્યાર સુધીમાં ૩૬ જેટલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચુકયા છે. તેમને એસોશીએશન ઓફ ફિલ્મ એન્ડ વિડીયો એડીટર તરફથી દાદાસાહેબ ફાળકે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મળી ચુકયો છે. તેમની શોર્ટ ગુજરાતી ફીલ્મ હારૂન-અરૂણ માટે લીવ-ઉલેમાન પીસ પ્રાઇઝ-શિકાગો તરફથી મળ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી દુનીયાભરમાં લગભગ ૧૦૧થી વધુ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં જયુરી તરીકે સેવા આપી ચુકયાં છે.
તેમની પ્રથમ ફિલ્મ ‘હેડા-હુડા'ને પ૮ દેશોમાં પ્રસારીત કરવામાં આવી છે અને સંખ્યાબંધ એવોર્ડ મેળવી ચુકી છે. તેમની બીજી ફીલ્મ લુકકા-છીપીને લદાખમાં કઠીન સ્થળે સંપુર્ણપણે ફીલ્માવવા બદલ લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
યુનેસ્કો સ્થાપીત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ફિલ્મ ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ સંસ્થામાં ૧ર વર્ષ બોર્ડ મેમ્બર તરીકે સેવા આપી છે.
આવા આપણા કચ્છી-ગુજરાતી શ્રી વિનોદ ગણાત્રા બાળ ફિલ્મ ક્ષેત્રના તેમના પ્રદાન માટે દેશવાસીઓ, સમાજ ગૌરવ અને ગર્વની લાગણી અનુભવે છે તેમ શ્રી ભાવેશ આચાર્ય (મો.૯૪ર૭ર ૧૪૭૭ર) જણાવે છે.
શ્રી વિનોદ ગણાત્રા ૭૦૩, કુશ એપાર્ટમેન્ટ, જીવનનગર, વીરા દેસાઇ રોડ, અંધેરી (વે) મુંબઇ (મો.૯૮ર૦૦ પ૩ર૭૩)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
