તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના મોટાભાગના ડિવાઈડર કટ બંધ કરી દેવાતા રાહદારીમાં રોષ ફેલાયો
ચાલકોને ચક્કર કાપવા પડતા હોવાથી તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો લાવવાની માંગ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ર૧: મોરબી- રાજકોટ હાઇવે ઉપર ટંકારાના મોટાભાગના ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવતા તથા એક માત્ર ગરકનાલુ પણ આડેધડ બંધ કરી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલાસર મુખ્ય રોડ રસ્તાને જોડતા ડિવાઈડર કટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારાનગરને જાણે હાઇવેથી વિખુટુ પાડી દેવામાં આવ્યું હોય, તેમ નગરના તમામ ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને લાંબા ચક્કર કાપીને નગરમાં પ્રવેશ મેળવવો પડે છે. આ બાબતે લોકો ઉપરાંત સ્થાનિક નેતાઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. અને રિતસરનો સરકાર અને જાડી ચામડીના રોડ વિભાગ જેને એક કામ નિયમોનુસાર કર્યુ નથી એના પર રોષ ફેલાયો છે.
ડિવાઈડર કટ ઘણી વખત અકસ્માતનું કારણ બનતા હોય છે. પણ ટંકારા પોલીસ મથકે નગરનાકા જ્યા મામલતદાર કચેરી સરકારી હોસ્પિટલમાં ઓરપેટ કન્યા છાત્રાલય બસ સ્ટેન્ડ જવા આવવા નો મુખ્ય કટ છે તો ઓવરબ્રિજ ઉતરતા સરદાર સોસાયટી જ્યાંથી અંદાજે દોઢેક હજાર જેટલા વ્યક્તિઓ રહે છે ઉપરાંત નાની મોટી ખરીદી અને સરદાર નગર સોસાયટી માંથી સામા કાંઠે જબલપુર જવાનો માર્ગ હોય ત્યા નું કટ મુખ્ય માર્ગને જોડતા ડિવાઈડર કટ ફરી શરૂ કરવાના આવે જેથી વાહનચાલકોનો સમય અને ઇંધણ બન્ને બચે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
