તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
જેતપુરના દેવકીગાલોળ ગામે ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર હુમલો
બે ભાઈઓ લોખંડના પાઈપ સાથે તૂટી પડતા પોલીસમાં ફરિયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૧: જેતપુરના દેવકીગાલોળ ગામે ગાળો બોલવાની ના કહેતા બે ભાઈઓએ યુવાન ઉપર લોખંડના પાર પડે હુમલો કરી ધમકી આપી હતી.
તાલુકાના દેવકીગાલોળ ગામે રહેતા ડાયાભાઈ રમેશભાઈ જોગલ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય. તેના નિત્યક્રમ મુજબ ગતરોજ તેઓ મજૂરી કામે ગયેલ હોય સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના નાના ભાઈ અમિતભાઈનો ફોન આવેલ કે આપણા પાડોશમાં રહેતા હિંમત ઉર્ફ મઢો કાંતિભાઈ બગડા અને તેનો ભાઈ પંકજ ઉર્ફે રાકેશ બંને ભાઈઓ મમ્મીને ગાળો આપે છે અને ઝઘડો કરવા આવેલ છે જેથી ડાયાભાઈ તેમના ઘેર પહોંચતા આ બંને શખ્સો ગાળો બોલતા હોય તેમને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જાય તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે માથામાં હુમલો કરી ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.
ડાયાભાઈને માથામાં પાઇપ લાગી જતા લોહી નીકળતું હોય તેને સારવાર અર્થે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા તાલુકા પોલીસે તેની ફરિયાદ પરથી હિંમત તેમજ તેનો ભાઈ પંકજ બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
