<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

જેતપુરમાં ક્રેડીટ કાર્ડ દ્વારા ફોર્ડ આચરનાર બેન્‍ક ઓફ બરોડાનો કર્મચારી ૩દિ'ના રિમાન્‍ડ પર

 

તસ્‍વીરમાં પકડાયેલ બેંક કર્મચારી (નીચે બેઠેલ) સામે જેતપુર પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.(તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૧: શહેરની બેંક ઓફ બરોડાની બ્રાન્‍ચમાં ક્રેડિટ કાર્ડનો કામ સંભાળતો શખ્‍સ લોકોને સેવા આપવાના બહાને ફ્રોડ કરતો હોય આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં તેને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરાયા હતા.

બનાવની વિગત એવી છે કે શહેરના ફૂલવાડી રોડ પર આવેલ બેંક ઓફ બરોડા ની બ્રાન્‍ચમાં ક્રેડિટ કાર્ડનું કામ સંભાળતો શખ્‍સ પ્રદીપ ભીખુભાઈ વાળા (જુનાગઢ) ક્રેડિટ કાર્ડના કોઈ કામ માટે કસ્‍ટમર ત્‍યાં આવે તો તેની સાથે છેતરપિંડી કરી ફ્રોડ કરતો હોય આવો કિસ્‍સો બહાર આવેલ જેમાં મહિલા ચંદ્રિકાબેન માલવયા પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા આવેલ પરંતુ આ શખ્‍સે કાર્ડ બંધ કરવાના બદલે તેમાંથી તેના મળતિયા રવિ માનસિંગભાઈ વાળા ને આ મોબાઈલ માંથી ઓટીપી મોકલી રૂપિયાના ટ્રાન્‍ઝેક્‍શન કરાવી લેતો ચંદ્રિકાબેન નું કાર્ડ બંધ નહીં થઈ તેને રૂપિયા ૭૦,૦૦૦ નું બિલ આવતા બેંકે આવેલ સાથે સાથે અન્‍ય લોકોના પણ સાથે ફ્રોડ થયેલ હોય કુલ ૧૦ લોકો દ્વારા રૂ. ૩.૬૫ લાખ ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા સીટી પી આઇ એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ ટીમે પ્રદીપને દબોચી લેવા ચક્રો ગતિમાન કરતા પ્રદીપ ગણતરીની કલાકોમાં જ પોલીસના હાથમાં આવી ગયેલ પોલીસે તેને પ્રાથમિક પૂછપરછ કરતા ચાર માસ પહેલા તેને બેંકમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવેલ હતો. આ પ્રદીપે પ્રોડ અંગે જણાવેલ કે પોતે કસ્‍ટમરના મોબાઇલમાંથી ઓટીપી લઈ તેનો મિત્ર રવિ ને આપતો અને રવિ તેમાંથી રૂપિયા ટ્રાન્‍સફર કરી બંને ભાગ કરી લેતા તેથી શહેર પોલીસે પ્રદીપને ગતરોજ રિમાન્‍ડ માટે કોર્ટમાં રજૂ કરતા તેના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરવામાં આવેલ છે.

સીટી પીઆઈ એડી પરમાર તથા તેની ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી લેતા લોકોમાં તેની કામગીરીની સરાહના થઈ રહી છે

(1:54 PM IST)