તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
કપચી ભરેલ ડમ્પર રીવર્સમાં લેતા સાયલા પાસે ખાઇમાં ઉતરી ગયુ

વઢવાણ તા.૨૧: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને લખતરમાં અકસ્માતના બનાવમાં ૨ વ્યકતીઓને ઈજા પહોંચી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતા યશપાલ નરોત્તમભાઈ બદ્રેશીયા જસદણની વીન્ડ પાવર કંપનીમાં નોકરી કરે છે. ચુડા તાલુકાના કારોલ ગામે રહેતા તેમના મામા કમલેશ નરોત્તમભાઈ વસોયાને ત્યાં માતાજીનો માંડવો હોઈ બાઈક લઈને નાગનેશથી કારોલ જવા નીકળ્યા હતા. જેમાં કરમડ અને ભળગુપુર વચ્ચે સામેથી આવતી કારના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. તપાસ પીએસઆઈ જે.એન.ગમારા ચલાવી રહ્યા છે. જયારે સાયલાથી કપચી ભરીને એક ડમ્પર લખતર હાઈવે પર પસાર થતુ હતુ. જેમાં હાઈવે પર પેટ્રોલપંપની પાસે કપચી ખાલી કરવાની હોઈ ડમ્પર રીવર્સ લેતા અંધારામાં ખાઈમાં ઉતરી ગયુ હતુ. આ બનાવમાં ડમ્પર ચાલકને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે પોલીસે દોડી જઈ ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢી રસ્તો ખુલ્લો કર્યો હતો.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
