<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ઉનાની ફરેડી સીમમાં હુમલોકરીને મહિલાનું મૃત્‍યુ નીપજાવનાર દીપડો પાંજરે પુરાયો

 

(નવીન જોશી દ્વારા) ઉના, તા. ૨૧: ફરેડી સીમમાં પાંચેક દિવસ પહેલા દીપડાએ વૃધ્‍ધ મહિલા ઉપર હુમલો કરતા મહિલાનું મૃત્‍યુ નીપજયું હતું અને નાસી ગયેલ  દીપડાને પકડવા વનવિભાગે પાંજરુ મુકતા દીપડો પાંજરામાં રહેલ મારણ ખાવા આવતા પકડાઇ ગયો હતો.

 ફરેડા ની સીમ માં પાંચ દિવસ પહેલા દિવાળી બેન માવજી ભાઈ જોગદિયા (ઉ.વ.૭૦) ઉપર હુમલો કરી મોત નિપજાવી નાખેલ ફરેડા ગામ ની સીમ પણ પાંજરું ગોઠવેલ આ પાંજરા મા દીપડો આવી ગયો હતો તેમજ કોદીયા અને દ્રોણ ગામ ની સીમ માં ગોઠવેલ પાંજરામાં બીજા રાત્રિ ના દીપડો પાંજરા મા આવી ગયો હતો. તેમજ ઊના ગીર ગઢડા રોડ ઉપર એક જીનીગ મિલ પાસે પણ પાંજરું ગોઠવેલ હતું તે માં પણ ત્રીજો ે દીપડો મારણ ની લાલચ મા પુરાઈ ગયો હતો.  ત્રણે ને હાલ ગીર જશાધાર ખાતે આવેલ વન વિભાગ ની કચેરી પાછળ આવેલ એનિમલ કેર સેન્‍ટરમાં લઇ જવામાં આવ્‍યા છે. જયાં તેમનું પરીક્ષણ કરી જે માનવ ભક્ષી દીપડા હશે તેમને આજીવન પાંજરે પુરી રાખવામાં આવશે આમ ત્રણ દીપડા પકડાઈ જતા લોકો માં રાહત ફેલાઇ છે.

(12:12 PM IST)