<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

કાલે કોટડાપીઠામાં વિરદાદા જશરાજજીનો સપ્તદશ દિવ્‍ય મહા પાટોત્‍સવઃ મહાપ્રસાદ

શાષાીજી કૌશીકભાઇ અનંતરાય ત્રિવેદી વિધિવિધાનપુર્વક પૂજન-અર્ચન કરાવશે

કોટડા પીઠા, તા., ર૧: અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠામાં કાલે તા. રરને બુધવારે શ્રી વિરદાદા જશરાજ સેવા મંડળ દ્વારા શ્રી જશરાજધામ ખાતે સપ્તદશ દિવ્‍ય પાટોત્‍સવ ભવ્‍યતાથી ઉજવાશે.

કુળદેવ શ્રી અંબાજી માતાજી અને શ્રી બહુચરાજી માતાજીની અસીમ કૃપાથી રઘુવંશી  સમાજના શુરવીર કુલવિભૂષણ સુરાપુરા શ્રી જશરાજદાદાનો સપ્તદશ દિવ્‍ય મહશાપાટોત્‍સવનું આયોજન અંતર્ગત સવારે ૭ વાગ્‍યે પાટોત્‍સવનો પ્રારંભ થશે. અને બપોરે ૧ વાગ્‍યે વિરામ લેશે.

પાટોત્‍સવ જયોતિર્વિદ શાષાી સ્‍વ. વૃજલાલભાઇ નાનજીભાઇ ત્રિવેદીના પૌત્ર શાષાી શ્રી કૌશીકભાઇ અનંતરાય ત્રિવેદી (રાજકોટ) કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય દ્વારા વિધિવિધાન પુર્વક સંપન્ન થશે.

પાટોત્‍સવના યજમાનો મનોજભાઇ નટવરલાલ સોમૈયા (જસદણ), મનીષભાઇ હસમુખભાઇ સોમૈયા (રાજકોટ), લલીતભાઇ મગનભાઇ સોમૈયા (મુંબઇ-લીલાપર) છે. મહાપ્રસાદ બપોરે ૧.૩૦ વાગ્‍યે પૂ. જલારામબાપા મંદીરે યોજાશે.

સ્‍વ.પ્રવિણભાઇ બાલાભાઇ સોમૈયા, સ્‍વ. અંબાલાલભાઇ જમનાદાસભાઇ સોમૈયા, સ્‍વ. બળવંતરાય જમનાદાસભાઇ સોમૈયા, સ્‍વ. જયંતીભાઇ કેશવજીભાઇ સોમૈયાના અંતરીક્ષમાંથી આશીર્વાદ પ્રાપ્ત થયા છે.કમીટી સભ્‍યો નિખીલભાઇ લાલચંદભાઇ સોમૈયા (રાજકોટ), નિલેશભાઇ નાનાલાલ સોમૈયા (રાજકોટ), રસીકભાઇ વૃજલાલ સોમૈયા (રાજકોટ), રસીકભાઇ વૃજલાલ સોમૈયા (રાજકોટ), આશીષભાઇ જયંતીલાલ સોમૈયા (જસદણ), જીતેન્‍દ્રભાઇ પ્રભુદાસભાઇ સોમૈયા (અમરેલી), નીતીનભાઇ કાંતીભાઇ સોમૈયા (રાજકોટ), દિલીપભાઇ પ્રભુદાસભાઇ સોમૈયા (રાજકોટ), શૈલેષભાઇ કાંતીલાલ સોમૈયા (રાજકોટ), દેવેન્‍દ્રભાઇ બળવંતભાઇ સોમૈયા (રાજકોટ), બટુભાઇ બાબુલાલ સોમૈયા (આટકોટ) સેવા સમીતીના વાસુેદેવ અંબાલાલભાઇ સોમૈયા, ઉદય પ્રવિણભાઇ સોમૈયા, ઉદય પ્રવિણભાઇ સોમૈયા, સંકેત મહેન્‍દ્રભાઇ સોમૈયા, ગૌરવ શાંતીભાઇ સોમૈયા, ચંદ્રેશભાઇ મનહરલાલભાઇ સોમૈયા, મીતેષ ભરતભાઇ સોમૈયા સહીતના જહેમત ઉઠાવે છે.

(2:28 PM IST)