<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

લીંબડીના શિયાણી ગામના પરિવારના દરેક સભ્‍યો માટે ૪ લાખની સહાય મંજુર

 

(નરેશ ચોહલીયા ) જસદણ તા. ૨૧: ગત તા.૨૫/૧૧ લીંબડી તાલુકાના શિયાણી ગામના ખેતમજુરી કરતા રેથળીયા પરિવારના લોકો શિયાણીથી સોમનાથ પિતળ તર્પણ કરવા જતા નાની મોલડી પાસે થયેલા અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા પરિવારના દરેક સભ્‍યો માટે રૂા.૪.૦૦ લાખ મળી કુલ રૂ. ૧૬ લાખની રકમ રાજયના મુખ્‍યમંત્રીએ મંજુર કરી છે. લીંબડીના શિયાણી ગામના (૧) સ્‍વ ગલાલબેન કાળુભાઈ રેથળીયા ઉ.વ.૫૮(૨) ગૌરીબેન પાંચાભાઈ રેથળીયા ઉ.વ.૫૦ (૩) મંજુબેન ધનશ્‍યામભાઈ રેથળીયા ઉ.વ.૫૫ (૪) મગજીબેન ગોબરભાઈ રેથળીયા ઉ.વ.૬૦નું માર્ગ અકસ્‍માતમાં મળત્‍યુ થતાં તમામ મળતકોના વારસદારોને સાંત્‍વના આપવા રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ  ગામની મુલાકાત લીધી હતી.

જે સમયે પુર્વ ધારાસભ્‍ય લાલજીભાઈ મેર, એડવોકેટ રામજીભાઈ ગાબુ, લીંબડી તળપદા બોડીંગના પ્રમુખ મગનભાઈ વનાળીયા, જીલ્લા પંચાયત, સુરેન્‍દ્રનગરના સદશ્‍ય લાલજીભાઈ કમેજાળીયા, ગામ આગેવાન વિઠ્ઠલભાઈ સદાદીયા સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા જે સમયે મળતકના વારસદારોને યોગ્‍ય સહાય મળે તે માટે રજુઆત કરવામાં આવતા સરકાર તરફથી મળતકોના વારસદારોને યોગ્‍ય સહાય મળે તે માટેના તમામ પ્રયત્‍નો કરવા જણાવ્‍યું હતું. મળતકોના વારસદારોને નાણાકીય સહાય ચુકવવા જીલ્લા કલેકટર સુરેન્‍દ્રનગરે મહેસુલ વિભાગને દરખાસ્‍ત કરતા રાજયના મળદુ મુખ્‍યમંત્રી એ  રજુઆતની અસરકારકતાને ધ્‍યાને લઈ ગરીબ લોકોને મદદરૂપ થવા મુખ્‍યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય મંજુર કરતા ખેત મજુરી કરી ગુજરાત ચલાવતા આર્થિક નબળી સ્‍થિતીના ગરીબ લોકોને આગામી સમયમાં ચેક સુપ્રત કરવામાં આવશે.

(2:28 PM IST)