તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭ ટાપુઓ ગેરકાયદેસર દબાણથી મુક્ત
નિર્જન ટાપુઓ ઉપરના કુલ ૩૬ ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે જેમાં પ્રવેશ પ્રતિબંધિત છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જે ૨૧ પૈકી ૭ ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે . આ ખારા અને મીઠા ચુષણા, આશાબા , ધોરીયો ,ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ ૩૬ ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવેલ છે.
જેમાં ખાસ કરીને ફકત ખારા ચુષણા અને મીઠા ચુષણા ટાપુઓ ઉપર ૧૫ જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવેલ છે
આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા ? તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
