તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ગિરનાર પર વધુ એક મહિલા યાત્રિકનું હાર્ટએટેકથી મત્યુ
મુંબઈના મહિલા બહેનપણી સાથે જૈન દેરાસરના દર્શને આવેલા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧:.. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા ૭૫ વર્ષીય શોભનાબેન પંકજભાઈ શાહ સોમવારે બહેનપણી વીણાબેન જીતુભાઈ શાહ સાથે ગિરનાર પર્વત સ્થિત જૈન દેરાસરના દર્શને આવ્યા હતા.
સોમવારે બપોરે બંને બહેનપણી ગિરનાર પર્વતની સીડી ચડી રહ્યા હતા ત્યારે શોભનાબેનને હાર્ટ એટેક આવતા તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. મહિલાના મોતથી અરેરાટી પ્રસરી ગઇ હતી.
રવિવારે મહારાષ્ટ્રના પુણેના ૪૨ વર્ષીય સંદીપભાઈ રમેશભાઈ દૂબેનું ગિરનારની ટોચે હાર્ટ એટેક આવતા મળત્યુ થયું હતું. અને સોમવારે વધુ એક મહિલા શ્રદ્ધાળુનું પણ હાર્ટ એટેક થી મળત્યુ થતાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
