તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી યથાવત :પોલીસ બંદોબસ્ત સાથે રૂક્ષ્મણી મંદિર રોડ પર અનઅધિકૃત દબાણો હટાવાયા
દ્વારકા વિસ્તારમાં સનસેટ પોઈન્ટ, બંદર વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર ડીમોલેશન કર્યું

યાત્રાધામ બેટ દ્વારકામાં ઓખા નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કર્યા બાદ આજ રોજ બુલડોઝર દ્વારકા પહોંચ્યુ છે.આજે સવારે દ્વારકા નજીકના રૂક્ષ્મણી મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એક ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ બેટ દ્વારકામાં એક સપ્તાહ સુધી ગેરકાયદે દબાણો પર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં સનસેટ પોઈન્ટ, બંદર વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજે સવારે દ્વારકા નજીકના રૂક્ષ્મણી રોડ પર એક અનઅધિકૃત દરગાહ તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ દેવભૂમિ દ્વારકામાં અમુક મોટા ગજાના ભૂમાફિયાઓ દ્વારા હાઈવે રોડ પર કિંમતી જમીનો પર ગેરકાયદે દબાણો કરી લેવામાં આવ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં કેટલા દિવસ કામગીરી ચાલશે તેની રાહ જોવાઈ રહી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
