તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
અમરેલીમાં કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ : અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શુભારંભથી આરોગ્ય સુવિધાઓમાં વધારો થશે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે

અમરેલી તા.૧૮ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
અમરેલીના જેસીંગપરા વિસ્તારના શિવાજી ચોક ખાતે ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભથી નાગરિકોની આરોગ્ય સેવાઓમાં વધારો થશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સંતો-મહંતો, રાજદ્વારી મહાનુભાવો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, ભક્તગણ, નાગરિકો સહિતના ઉપસ્થિત રહેશે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
