<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અમદાવાદમાં બાળકી સાથે દુષ્‍કર્મ આચરનાર ૬૫ વર્ષના ઢગાને મોરબી એલસીબી એ ઝડપી લીધો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૮: અમદાવાદમાં બાળકી સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપી મોરબી વિસ્‍તારમાં હોવાની બાતમી મોરબી એલસીબીને મળી હતી. જેને પગલે જુની કુબેર ટોકીઝ પાસેથી અમદાવાદમાં બાળકી સાથે દુષ્‍કર્મ આચરનાર ઢગાને ઝડપી લઇ મોરબી પોલીસે આરોપીને અમદાવાદ પોલીસ હવાલે કર્યો હતો.

મોરબી જીલ્લા એલસીબી પીઆઇ એમ. વી. પંડયાની સુચના મુજબ સ્‍ટાફના રામભાઈ મંઢ, શક્‍તિસિંહ ઝાલા તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકીકત મળી હતી કેમ, અમદાવાદ શહેર કળષ્‍ણનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બાળકીની સાથે દુષ્‍કર્મ નો ગુનો નોંધાયો હતો જે આરોપી દલપતભાઈ મધુભાઈ વઢીયારી રહે. મહાકાળી નગર, ઠક્કર નગર, અમદાવાદ વાળો મોરબી વિસ્‍તારમાં છે. અને એલસીબી ટીમે જુના કુબેર ટોકીઝ પાસે આવેલ પાનના ગલ્લા પાસેથી તેને ઝડપી લીધો હતો. અને આરોપી દલપતભાઈ ઉર્ફે દિલીપ મધુભાઈ વઢિયારા ઉ. ૬૫ ને ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રિષ્‍નનગર પોલીસને જાણ કર્યા બાદ તેને સોંપી દેવામાં આવ્‍યો હતો.

(1:53 PM IST)