News of Saturday, 18th January 2025
પોરબંદરમાં માર્ગ સલામતી માસની ઉજવણી : ટ્રાફિક નિયમ જાગૃતિની પત્રિકાઓનું વિતરણ તથા વિદ્યાર્થીઓ માટે સેમિનાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૮: અહીં માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી જાહેર સ્થળોએ ટ્રાફિક નિયમોની જાણકારી માટેની પત્રિકા વિતરણ તથા ટ્રાફિક અંગે જાગૃતિ અંગે શાળા-કોલેજોમાં સેમિનાર સહિત કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.એમ. રાઠોડ તથા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અકસ્માતો નિવારવા અલગ અલગ જગ્યાએ જનજાગળતિ. અને માર્ગ સલામતી માસ અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધવણી કોલેજના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને તથા વાહન ચાલકો તથા રાહદારી નાગરિકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવેલ.
ટ્રાફિક રૂલ્સ વિષેની પત્રિકા નું વિતરણ કરેલ અને ટ્રાફિક નિયમન માટે માહિતી પૂરી પાડી તેમજ ટ્રાફિક નિયમન ના સ્લોગન તથા બેનરો લોકો ને વંચાય તે રીતે જાહેર સ્થળ પર લગાવવામાં આવેલ તેમજ સરકારશ્રીની ‘ગુડ સમરીટન યોજના' તથા હિટ એન્ડ રન મોટર વાહન અકસ્માત યોજના-૨૦૨૨ વિશે અવેરનેશ કરવમાં આવેલ આ ઉપરાંત ઈમરજન્સી પોલીસ હેલ્પલાઇન નંબર- ૧૦૦,૧૧૨ તથા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન ની માહિતી પુરી પાડવામાં આવેલ હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
