તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
નિવૃત આઇપીએસ હર્ષદ મહેતા મહાકુંભમાં

જુનાગઢઃ જુનાગઢના પુર્વ એસપી નિવૃત આઇપીએસ હર્ષદ મહેતા આજે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા છે પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં દેશ વિદેશમાંથી સનાતની ભકતો ત્રિવેણી સંગમનું શાહી સ્નાન કરવા અને મેળાનો લ્હાવો લેવા પધારે છે. ત્યારે શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા ખાતે સભાપતિ પુ. મુકતાનંદબાપુને ત્યાં શ્રી હર્ષદ મહેતાનું આગન થતા તેઓને આવકાર્યા હતા બાદમાં સવારે ચા-પાણી પાઇ અને ભોજનપ્રસાદ લેતા સાધુસંતોને ભગવા રંગના ધાબડા શ્રી હર્ષદ મહેતા અને મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના મહંત પુ. સુખરામદાસબાપુએ પુ. મુકતાનંદ બાપુના માર્ગદશર્શ્રન હેઠળ વિતરણ કરતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
