તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
ઉપલેટામાં દંપતિને વ્યાજખોરે ઘર કબ્જે લેવાની અને પતાવી દેવાની ધમકી આપી
વ્યાજે આપેલ ૭૦ હજારની સામે ૨.૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરનાર સાહિલ સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા.૧૮ : ઉપલેટામાં દંપતિને વ્યાજખોરે ઘર કબ્જે લઇ લેવાની અને પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ ઉપલેટા ચોક ફળીયા ખાટકીવાડમાં રહેતા શેરબાનુ બેન આદમભાઇ ઉનડએ સાહિલ હબીબભાઇ સમા રે. હાડફોડી તા. ઉપલેટા સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા તેના પતિને ઘરે આવી ૨.૫૦ લાખ નહિ ચૂક્વે તો ફરિયાદીનું ઘર કબ્જે લઇ લેવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરે છે. આ ફરીયાદ અન્વયે ઉપલેટા પોલીસે વ્યાજખોર સાહિલ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
