News of Saturday, 18th January 2025
હવે સુરજકરાડી, ઓખા અને બાકી રહેતા બેટના વિસ્તારોનું ડિમોલેશન
દેવભુમી દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં મોટાભાગનું દબાણ દુર થયુઃ જીલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડે, પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં કામગીરી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, પ્રાંત અધિકારી આઇ.એ.એસ. અમોલ આવટે તથા ડી.વાય.એસ.પી. ડો.હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, દ્વારકા મામલતદાર તથા ઓખા ચીફ ઓફિસરશ્રી શુકલાની આગેવાનીમાં બેટ દ્વારકામાં ૧૧/૧ થી ૧૭/૧ સુધીમાં કોઇ જાતના પ્રશ્ન વગર દબાણ હટાવોની રેકોર્ડ કામગીરી પૂર્ણ થઇ હતી. જેમાં સતા દિવસમાં ૩૮૪ રહેણાંક મકાનો, ૧૩ અન્ય તથા ધાર્મીક દબાણો નવ કોમર્શીયલ મળીને ૪૦૬ દબાણો હટાવાયા જેમાં ૧૨૧૭૪૬ ચો.મી.ની ૬૨,૭૨,૯૭૦૦૦ બાંસઠ કરોડ બોંતેર લાખ ૯૭ હજારની કિંમતની જમીન ખાલી થઇ છે જે રેકોર્ડ છે.
દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે કે જેમણે ૨૦૨૨માં બેટ દ્વારકામાં તથા ૨૦૨૩માં હર્ષદ ગાંધવી નાવદરામાં મેગા ઓપરેશનો કર્યા હતા હતા તથા રાજયમાં અન્ય દરિયાઇ તટ જિલ્લાઓમાં ડીમોલેશનમાં વિવાદ થયા નિષ્ફળ ગયું ત્યારે દ્વારકા જીલ્લામાં સફળ થયું હતું.
દેવભુમી દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ૬૨.૭૨ કરોડના જમીન દબાણો હટાવાયા પછી નવું ડિમોલેશન ઓખા શહેર તથા ઓખા પાલિકા વિસ્તારના સુરજકરાડી વિસ્તારમાં શરૂ થશે તેમ જાણવા મળેલ છે. તથા બેટમાં બાકી રહી ગયેલ નાના દબાણો પણ દુર કરવા કાર્યવાહી કરવામાં આવશે.
બેટ દ્વારકામાં સાત દિવસમાં ૧ લાખ ૨૧ હજાર ચો.મી.થી પણ વધુ જમીનો ખાલી કરીને ૬૨.૭૨ કરોડની બજાર કિંમતની સરકારી, ગોૈચરની જમીનો ખાલી થતાં કાટમાળ પથ્થર રેતી કાંકરાના ઢગલા સાથેનો વિડીઓ જે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટવીટ કરીને મુકયો હતો. તે ભારે વાયરલ થયો છે. તથા ટુંક સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ખાલી થયેલ કરોડોની જમીન લોકોની ઉપયોગીતાના કાર્યમાં લેવામાં આવવાની જાહેરાત પણ કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
