<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથીઃ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેની અનોખી કહાની

એનસીસીમાં બેસ્‍ટ કેડેટ તરીકે સફળતા મળી હતીઃ લશ્‍કરમાં સેવા આપી'તી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: કહેવાય છે કે તમે જો મન મક્કમ કરો તો સફળતા ગમે તેવી મુશ્‍કેલ હોય મળે જ છે!! તેમ કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી કંઇક તેવી જ અનોખી કહાની દ્વારકા આસીસ્‍ટંટ કલેકટર અમોલ આવટેની છે!!

મહારાષ્‍ટ્રમાં જન્‍મેલા અમોલ આવટેના પિતા શાંતારામ રાજયમાં સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ વિભાગમાં હતા જેમની બે-ત્રણ વર્ષ અલગ શહેરમાં બદલી થઇ છતાં પણ અમોલ આવટેએ મીલીટરીની અઘરી પરીક્ષા એન.ડી.એ. પાસ કરી, એલ.એલ.બી. પાસ કરી અને છેવટે કમ્‍પાઉન્‍ડ ડિસ્‍ટ્રીકસ સર્વિસ સી.ડી.એલ. પાસ કરીને ઇન્‍ડીયન મીલીટરી એકેડમી દહેરાદુનમાં ટ્રેનીંગ લેવા ગયેલા.

એન.સી.સી.માં બેસ્‍ટ કેડેટ ઓલ ઇન્‍ડીયા બનનાર અમોલ આવટે એન.સી.સી.માં પણ ગયા હતા. તે પછી લશ્‍કરમાં નોકરી કરી અને વીસ વર્ષ પછી ચેન્નાઇમાં નોકરીમાંથી નિવૃત થયા સીવીલ સર્વિસથી પરીક્ષા આપેલ ત્‍યારે તેમની ઉંમર ૪૧ વર્ષ હતી!!

૨૦૨૦થી જ કોવીડના સમયથી તેમણે તૈયારીઓ શરૂ કરી દીધેલ અને સવારે ૩ાા વાગ્‍યાથી તૈયારી શરૂ કરતા અમોલ આવટે અર્થશાષાના સ્‍નાતક તથા આઇ.એ.એસ.માં ભુગોળ વૈકલ્‍પીક વિષય ધરાવનારા ફાયનલ ઇન્‍ટરવ્‍યુમાં ૨૦૧ ગુણ મેળવનાર ભાગ્‍યશાળી ઉમેદવાર હતા!!

આઇ.એ.એસ. જનરલ કેટેગરીમાં ઉંમર મર્યાદા ૩૨ વર્ષની છે. પણ એકસ સર્વિસ મેનને પાંચ વર્ષ તથા મીલીટરી સર્વિસમાં ગંભીર ઇજા બદલ બીજા પાંચ મળે તેથી અમોલ આવટે ૪૧ વર્ષે પરીક્ષા આપી પણ એકજ પ્રયત્‍ને પરીક્ષા આઇ.એ.એસ માટે હતી અને તેમાં સફળ થઇ ગયા હતા.

આઇ.એ.એસ. પાસ બાદ ૨૦૨૨માં ટ્રેનીંગ અને ૨૦૨૪માં દ્વારકા પોસ્‍ટીંગ થયું!! પોલોના ખેલાડી અમોલ શાંતારામ આવટેના પત્‍ની મીલીટરીમાં ડોકટર હતા તથા તાજેતરમાં દ્વારકા તથા બેટ દ્વરાકામાં ડીમોલેશનમાં ચાવીરૂપ ભુમિકા સાથે લશ્‍કરી અધિકારી સનદી અધિકારી બને તો કેવડું કામ કરી શકે તેનો દાખલો પણ દ્વારકા જીલ્લામાં બેસાડનાર અમોલ આવટેની કામગીરી પ્રશંસાજનક સાથે ૨૦ વર્ષ મીલીટરી નોકરી પછી આઇ.એ.એસ. થવાનું અનેક યુવાનો માટે ખુબજ પ્રેરણાદાયક રહયું છે.

(1:14 PM IST)