તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
તારે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું નથી કહી બાબુભાઇ પર લાકડીથી હુમલો
વાંકાનેરના સતાપર ગામનો બનાવઃ આધેડ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૮: વાંકાનેરના સતાપરમાં રહેતાં બાબુભાઇ પુંજાભાઇ સારેસા (ઉ.વ.૫૦)ને સાંજે સાડા છએક વાગ્યે ગામમાં પાનની દૂકાન પાસે ઉભા હતાં અને આ વખતે પોતાનેસરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવું છે તેવી વાત કરતાં હતાં ત્યારે કાના અરજણે ઉશ્કેરાઇ જઇ લાકડીથી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે.
બાબુભાઇ સારેસાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. બાબુભાઇ ખેત મજૂરી કરે છે. તેના કહેવા મુજબ હું ગામમાં કરિયાણાની દૂકાન પાસે ઉભો રહી સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવાની વાત કરતો હતો ત્યારે કાનાએ તારે કોઇ ફોર્મ ભરવાનું નથી કહી ઝઘડો કરી માર માર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
