<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ખંભાળીયાના ગુંદા ગામમાં દેશી દારૂ સાથે એક ઝડપાયોઃ ૩ ફરાર

 (કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક  અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય તથા ના.પો.અધિક્ષક  હાર્દિક પ્રજાપતિ એ દારૂ તથા જુગારની પ્રવૃતી નેશ્‍ત નાબુદ કરવા સબબે સુચના આપેલ

ે ગુંદા ગામની માંઢ સીમમાં રહેતો ગલાભાઇ રબારી તેના કબ્‍જા ભોગવાટાના રહેણાંક મકાન પાસે રાખેલ નીરણ(જુવાર) ના ઢંગલામાં દેશીદારૂનો જથ્‍થો સંતાડી રાખેલ હોય જે દેશીદારૂની હેરફેરની પેરવીમાં હોય જેવી હકીકતના આધારે રેઇડ કરતા રેઇડ દરમ્‍યાન સ્‍વીફ્‌ટ ફોરવ્‍હીલ ગાડી રજી.નં-જી.જે.૦૯-બી-સી-૩૬૬૩ વાળીમાં દેશીદારૂ લીટર ૪૦૦ તથા રહેણાક મકાનેથી નીરણ(જુવાર) ના ઢંગલામાંથી કાઢેલ દેશીદારૂ લીટર ૪૦૦ આમ કુલ દેશીદારૂ લીટર ૮૦૦ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તથા સ્‍વીફ્‌ટ ફોરવ્‍હીલ ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- એમ મળી કુલ કી.રૂ.૪,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ આરોપી કેશુભાઈ ઉર્ફે કિશન કમાભાઇ મોરી, રબારી ઉ.વ.૧૯ ધંધો.માલધારી રહે. ટીંબડી ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા ફરારી આરોપીઓ -( (૨)(ફરારી) વિનુભાષ્ઠ રબારી રહે.પાછતર ગામ તા.ભાણવડ (૩) (ફરારી) ગલાભાઇ  રબારી રહે.ગુંદા ગામની સીમ, તા.ભાણવડ (૪) (ફરારી) ભીમાભાઇ પરબતભાઇ રબારી રહે.ધામણી નેશ તા.ભાણવડ ની શોધખોળ હાથધરી છે.

આ કામગીરી ભાણવડ પો.સ્‍ટે.ના ત્‍/ઘ્‍ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી કે.કે.મારૂ સાહેબ તથા એ.એસ.આઇ. ચિરાગસીંહ ભીખુભા જાડેજા તથા ગીરીશભાઇ અરજણભાઇ ગોજીયા તથા કેશુરભાઇ લખમણભાઇ ભાટીયા તથા પો.હેડ.કોન્‍સ શક્‍તિસીંહ અનિરૂધ્‍ધસીંહ ઝાલા તથા નિલેશભાઇ હાજાભાઇ કારેણા તથા મયુરભાઇ ખીમજીભાઇ ગોજીયા તથા મયુરસીંહ નટુભા જાડેજા તથા પો.કોન્‍સ. વેજાણંદભાઇ ધનાભાઇ બેરા તથા મહિલા પો.કોન્‍સ. મીનાબેન હમીરભાઇ નંદાણીયા  એ કરી છે.

(1:46 PM IST)