<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ભાલકા ક્રુષ્‍ણ ભગવાન મંદિરમાં ભવ્‍ય પતંગ મહોત્‍સવ યોજાયો હજારો સ્‍થાનીકો, યાત્રીકોને પતંગ,દોરી પ્રસાદીનું વિતરણ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭: ભાલકા ક્રુષ્‍ણ ભગવાન ના મંદિર પરીષર માં મકરસંક્રાતિના દિવસે ભવ્‍ય પતંગ મહોત્‍સવ યોજાયેલ હતો તેમાં ભાલકા, તાલાલા નાકા,ભીડીયા, સોમનાથ,વેરાવળ તમજ આજુ બાજુ વિસ્‍તારના પરીવારો તેમજ મોટી સંખ્‍યા માં દેશ વિદેશ થી આવેલા યાત્રીકો ઉમટી પડેલ હતા રંગબેરંગી પતંગોથી આકાશ ભરાઈ ગયેલ હતું.

ભાલકા મંદિરેના પરીષરમાં શ્રી સોમનાથ ટ્રસ્‍ટ ના સહકાર થી ગીર સોમનાથ મીડીયા સેન્‍ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ તેમજ આગેવાનો દ્વારા ભવ્‍ય પતંગ મહોત્‍સવનું આયોજન થયેલ હતું આ વર્ષે દેશ વિદેશ થી આવેલા હજારોની સંખ્‍યામાં યાત્રીકોએ પણ આટલો મોટો પતંગ મહોત્‍સવ ભાલકા મંદિરે યોજાયેલ હતો તેમાં હજારો સ્‍થાનીકો યાત્રીકો જોડાયેલ હતા.

પતંગ મહોત્‍સવ અનેકના સહકારથી યોજાયેલ હતો જેમાં અનેક વિસ્‍તારના મોટી સંખ્‍યામાં પરીવારો દેશ વિદેશીથી ઉમટી પડેલા યાત્રીકો થી પરીષર ભરાઈ ગયેલ હતી રંગેબેરંગી પતંગો થી આકાશ અનેક રંગોમાં દેખાતું હતું આખું ગ્રાઉન્‍ડ માનવ મહેરામણ થી ભરાયેલ હતું અને જાણેકે પરીષર કોઈ મોટા શહેર માં આવેલી હોય તે રીતે કાયપો છે એક ગઈ સહીત ની અવાજો આવતા હતા સાથે સાથે ભુગળાઓ વાગતા હતા.

વિશ્વ નું આ પ્રસીધ્‍ધ યાત્રાધામ ભાલકા મંદિર માં આટલો મોટો પતંગ ઉત્‍સવ યોજાય છે જેમાં આટલી મોટી સંખ્‍યામાં સ્‍થાનીક તથા યાત્રીકો ઉમટી પડેલ છે તે માટી ઘટના છે આ પતંગ મહોત્‍સવને બિરદાવેલ હતો.

દેશ વિદેશથી આવેલા યાત્રીકોએ પ્રતિભાવો આપેલ હતા કે અમા દર વર્ષે અમારા શહેર માં પતંગ ઉડાવવાનો આનંદ લઈએ છીએ પણ ભાલકામાં આટલું મોટું આયોજન થયેલ હોય તેથી કષ્‍ણ ભગવાનના સાંનીધ્‍યમાં, પતંગ ઉડાવવાનો આનંદ મેળવેલ છે કયારેય ભુલાશે નહી.

આ પતંગ મહોત્‍સવ માં હજારો લોકો ઉમટી પડેલ હતા તેને પતંગ, દોરા, ખીચડો,ચીકી, ચોકલેટ, ચીકુ, બોર, જામફળ, શેરડી, ભુગળા સહીત અનેક વસ્‍તુઓ પ્રસાદીમાં અપાયેલ હતી.

આ પતંગ મહોત્‍સવ માં સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અધિકારીઓ અજય દુબે,સુરૂભા જાડેજા,જીતુપુરી ગાસ્‍વામી,વિક્રમ ચાવડા, ઉદ્યોગપતિ ધનસુખ પીઠડ સહીત ગીર સોમનાથ જીલ્લાના અનેક આગેવાનો ઉપસ્‍થિત રહેલ હતા.

પતંગ ઉત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાય તે માટે પુર્વ મંત્રી જશાભાઈ બારડ, ગીર સોમનાથ જીલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા અભય હીરાભાઈ જોટવા, દીલીપભાઈ બારડ ધનસુખભાઈ પીઠળ, અશોકભાઈ પરમાર, મીત રોહનભાઈ વૈદ્ય મકનટાઇલ બેંક દ્વારા સહકાર આપેલ હતો.

આ કાર્યકમને સફળ બનાવવા માટે ગીરસોમનાથ મીડીયા સેન્‍ટર ડી.કે. ગ્રુપ ના દીપકભાઈ કકકડ,કેટરીગ એસો.ના પ્રમુખ મિલનજોષી, મોટા કોળી વાડાના આગેવાન રામભાઈ સોલંકી,ગુજરાત વાડોકાયના પ્રમુખ પ્રવિણ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી વિપુલ રાજાએ જહેમત ઉઠાવી હતી.(૨૩.૧૧)

(11:55 AM IST)