<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં ઠરાવઃ બે ગામની શાળાઓ ગ્રામ પંચાયતને સોંપાશે

ગોંડલ અને જામકંડોરણા તાલુકાની સરકારી શાળાને સ્‍પર્શતા નિર્ણયો : આંચવડની શાળા સાથે વીર શહીદ વિશ્વરાજસિંહ ગોહિલનું નામ જોડાશે

ગઇકાલે રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક સમિતિના અધ્‍યક્ષ અલ્‍પાબેન તોગડિયાની : અધ્‍યક્ષતામાં પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલની હાજરીમાં મળેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ, તા. ૧૭: ગઇકાલે જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક શિક્ષણ શાખા પંચાયય કચેરી રાજકોટ ખાતે મળી. જેમં અગાઉની સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ અને નિર્ણયો/ઠરાવોને બહાલી  આપવામાં આવેલ. જિલ્લાની ત્રણ શાળાઓ (૧) વોરા કોટડા પ્રા.શાળા તા. ગોંડલ (ર) તરકાસર પ્રા. શાળા તા. જામકંડોરણાના શાળા માટે બિનઉપયોગી ઓરડાઓ/બિલ્‍ડિંગ ગ્રામ પંચાયતને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો. નાના સખપુર પ્રા. શાળા તા. ગોંડલની શાળા માટે બિનઉપયોગી જમીન ગ્રામ પંચાયતને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હતો. આંચવડ પ્રા. શાળાના નામમાં ફેરફાર કરી ‘વિર શહિદ સ્‍વ. વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ પ્રાથમિક શાળા' કરવા અંગે ઠરાવ કરવામાં આવેલ. જિલ્લાની સરકારી શાળાના બાળકોને ગુણવતાયુકત શિક્ષણ મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ અલ્‍પાબેન મુકેશભાઇ તોગડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  દિક્ષિત એચ. પટેલ, નાયબ શિક્ષણાધિકારી  ડો. અશોકભાઇ વાણવી, હિસાબી અધિકારી (શિક્ષણ) શ્રી હેતલબેન ચેતા તેમજ શિક્ષણ સમિતિના સભ્‍યોએ હાજરી આપેલ હતી.

(11:52 AM IST)