<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

રે કલિયુગ!! ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ ૬ વર્ષના બિમાર બાળકને છોડી માતા પલાયન

ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થનાર ૬ વર્ષના બાળકની માતાની પોલીસ દ્વારા શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : વર્તમાન સમયમાં કળિયુગની અસર સંબંધોમાં વરતાઇ રહી છે. નવજાત શિશુઓને છોડી પલાયન થઈ જનાર માતાઓના કિસ્સા વચ્ચે ભુજની સરકારી હોસ્પિટલમાં માતા પોતાના સગીર વયના બિમાર પુત્રને છોડી પલાયન થઈ જતા હોસ્પિટલ સ્ટાફે માતાને શોધવા પોલીસની મદદ માંગી છે. ૧૦ જાન્યુઆરીના ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ ની સારવાર માટે દાખલ થનાર સીધમ નામના ૬ વર્ષના બાળકની માતા ૧૪ જાન્યુઆરીથી લાપતા થઈ ગઈ છે. આ મામલે નર્સિંગ સ્ટાફે પોલીસને જાણ કરી છે.

(11:16 AM IST)