તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Thursday, 16th January 2025
શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડ્યું, ૧૨૨ ગામના ખેડૂતોને લાભ
હાલ ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, બાજરો, જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે

ભાવનગર,તા.૧૬
આજના સમયમાં વિવિધ ક્ષેત્રોમાં પાણીનું ખૂબ જ મહત્વ રહેલું છે. જીવન જરૃરિયાત માટે પણ પાણીની ખૂબ જ જરૃરિયાત પડે છે.
જ્યારે ખેડૂતોને વિવિધ પાક માટે પણ પિયત માટે પાણીની ખૂબ જ જરૃરિયાત પડતી હોય છે, ત્યારે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી યોજનાના સિંચાઈ ડેમનું પાણી છોડાતા ૧૨૨ ગામના ખેડૂતોને ફાયદો થયો છે. આ ગામોના ખેડૂતો અને લોકોને પિયતનું પાણી મળી રહે છે. હાલ ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, બાજરો, જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં પાણીની ખૂબ જ જરૃરિયાત રહેતી હોય છે. શેત્રુંજી સિંચાઈ ડેમનું પાણી છોડવામાં આવતા ૧૨૨ ગામના ખેડૂતોને પોતાના રવિ પાકમાં પિયત માટેનું પાણી મળી રહેશે, જેની ખુશી વ્યાપી ગઈ છે. આ પાણી છોડવાને કારણે કુલ ૧૧,૫૫૦ હેક્ટર જમીનને પિયતનો પૂરતો લાભ થશે.
તેમજ આગામી એપ્રિલ મહિના સુધીમાં આપવામાં આવશે. શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી રવિ, ઉનાળુ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. શેત્રુંજ્ય ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરના ચાર તાલુકાની સાથે ઘોઘા તાલુકાના મળી કુલ ૧૨૨ ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે. આ પાણી આગામી એપ્રિલ મહિના સુધી ૧૧,૫૫૦ હેક્ટર જમીનને આપી પિયતનો પૂરતો લાભ આપવામાં આવશે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
