તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર સ્વામીશ્રી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ દ્વારા પ્રયાગ કુંભમેળામાં શાહી સ્નાનની સવારી સાથે સ્નાન કર્યું
નાગાબાવાની રવેડીમાં શ્રી પંચ દશનામ આહવાન અખાડાના સાધુ સંતો સાથે જોડાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પંચનાથ મહાદેવ મંદિર ના મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ દ્વારા પ્રયાગ કુંભમેળામાં શાહી સ્નાનની સવારી સાથે સ્નાન કર્યું હતું
ધોરાજીના પ્રાચીન ગણાતા શ્રી પંચનાથ મહાદેવ મંદિર ના મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ ધોરાજી થી પ્રયાગ મહાકુંભ મેળામાં શ્રી પંચ દશનામ આહવાન અખાડા નેજા હેઠળ બે મહિના સુધી કુંભના મેળામાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રયાગ મહાકુંભ મેળામાં સમગ્ર વિશ્વભરમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે ત્યારે પ્રયાગ કુંભનો 144 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધારતા ધોરાજીના શ્રી પંચનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રદ્ધાનંદગીરીજી મહારાજ સાથે નાગાબાવા સંન્યાસીઓ આચાર્યશ્રીઓ તેમજ આહવાન અખાડાના પીઠાઘીશ્વર આચાર્ય સ્વામી મહામંડલેશ્વર અરુણગીરીજી મહારાજ તથા સંતો મહંતો અને ભાવિક ભક્તજનો જેમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ગરીયાધર ના હરૂભા ગોહિલ સાથે વિશાળ નાગાબાવા ની રવેડી સાથે ગંગાના પાવન ઘાટ ઉપર વિશાળ શોભાયાત્રા સાથે હર હર ગંગે ના નાદ સાથે શાહી સ્નાન કરવામાં આવેલું હતું
આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ એ જણાવેલ કે સમગ્ર ભારતની અંદર પ્રયાગરાજ નો કુંભ મેળો ખૂબ જ પ્રસિદ્ધ પામ્યો છે ત્યારે 144 વર્ષે મહાકુંભ ના અમૃત નો મહિમા ખૂબ જ અનેરો છે અને આ સમયે જે સ્નાન કરે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે
આ સાથે અનેક મહિમાઓ પણ કુંભ ની સાથે જોડાયેલા છે ત્યારે અખાડાના શાહી સ્નાન બાદ લોકો પણ મોટી સંખ્યામાં એટલે કે કરોડોની સંખ્યામાં લોકો શાહી સ્નાન કરવા પધારે છે અને વિશ્વભરના લોકો અને વિદેશી લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં પધારે છે ત્યારે ગૌરવની વાત એ છે કે આટલી મોટી જન સંખ્યા ની વચ્ચે પણ ઉત્તર પ્રદેશની સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને એમની ટીમ દ્વારા શાહી સ્નાનના કુંભમેળામાં બે મહિના સુધી જે સેવા આપવાના છે અને હાલમાં સેવા આપી રહ્યા છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે આટલી સુવિધા ક્યારેય અમે કોઈ કુંભમાં જોઈ નથી એટલે સુવિધા આ વખતે આપી છે કોઈ લોકોને સાધુ-સંતોને કે આમ જનતાને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરી છે તે બદલ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
