તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
પોરબંદરમાં ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં શનિવારે સ્વામીત્વ યોજના કાર્યક્રમ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના પ્રવાસ કાર્યક્રમના આયોજન અને તૈયારી સંબંધે ઇન્ચાર્જ કલેકટર કે.બી.ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં શનિવારે રાજયકક્ષાનો સ્વામીત્વ યોજનાનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇની પોરબંદર મુલાકાત સંબંધે આયોજન અને તૈયારી સંબંધે કલેકટર કચેરીએ ઇન્ચાર્જ કલેકટર કે.બી.ઠકકરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રવાસ કાર્યક્રમનાં સુચારૂ આયોજન અંતગર્ત ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઠક્કરનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ કલેકટરશ્રીએ તા.૧૮ શનિવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અધ્યક્ષ સ્થાને યોજનાર સ્વામીત્વ યોજનાનાં રાજ્ય કક્ષાના કાર્યક્રમના સુચારું આયોજન અન્વયે સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. વધુમાં તેમણે કાર્યક્રમના સ્થળે પાણી, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો સહિતની વ્યવસ્થાઓ કરવા સંબધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પોરબંદર મહાનગરપાલિકાનાં મ્યુ. કમિશ્રર એચ. જે. પ્રજાપતિ,આઇપીએસ સાહિત્યા વી, નિવાસી અધિક કલેક્ટર જે બી વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતીક જાખડ,પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણાના પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમાર સહિતનાં સબંધિત વિભાગનાં અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
