<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

અમરેલી લેટરકાંડમાં સરકાર કશુ કરવા માંગતી નથી : હેમાબેન આચાર્યનો આક્રોશ

દિકરીઓના કેસમાં એક ઘડીના વિલંબ વગર એકશન લેવાય તેવી પૂર્વ આરોગ્‍ય મંત્રીની માંગણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬:  ગુજરાત રાજયના પૂર્વ આરોગ્‍ય મંત્રી જુનાગઢના હેમાબેન સૂર્યકાન્‍તભાઇ આચાર્યએ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને અમરેલી લેટરકાંડ કેસમાં તાબડતોબ પગલા ભરવા માંગણી કરી છે.

હેમાબેન સૂર્યકાન્‍તભાઇ આચાર્યએ વધુમાં જણાવ્‍યું છે કે ગુજરાતને દેશભરમાં શરમથી ઝુકાવે તેવો પાયલ ગોટી સાથે જે વહેવાર થયો છે નિર્ભયા કાંડ કે બંગાળના ડોકટર સાથેના વહેવારો કરતા પણ વધુ ધળણિત છે.  ગુજરાત તે દેશમાં મોડેલ સ્‍ટેટ છે. તેમ કહેવામાં આવે છે. આ અગાઉ મેં આપને અને પાર્ટી પ્રમુખને ત્રણ થી ચાર પત્રો લખેલ છે. બધા જ અનુતર છે. આ એકનો વધારો બેન પાયલ સાથે થયેલ વહેવાર એક ગુંડા આતંકી સાથે થયો હોય તેવો થયો છે. પોલીસના વહેવારથી તો એવું લાગે છે કે સરકારશ્રી આ બારામાં કશું જ કરવા માંગતી નથી.

આ સવાલ ઉપર ભા.૪.૫.કોંગ્રેસ, આપ સહુએ પોતાના રોટલા શેકવા નીકળ્‍યા છે. તેવું સ્‍પષ્ટ ચિત્ર ઉપસે છે.  રોજ કહેવામાં આવે છે કે, કોઈ ગુનેગારને છોડાવામાં નહીં આવે ત્‍યારે અહીં કરેલ કાર્યવાહી કાયદેસર છે?  નોકરીની જગ્‍યા ઉપર દિકરીઓ સલામત નથી તે રાજકોટ જિલ્લાના એક મહિલા તલાટી મંત્રી જામકંડોરણાના ચિત્રાવડ ગામના તલાટી મંત્રી રીટાબેન એસ.શેઠીયાએ નરેગાની ખોટી સહાય મંજુર ન કરી તો વિશાલ મારડીયા નામના સખ્‍સે ધમકી આપી વિડીયો વાયરલ. આ સવાલ ઉપર બધા જ નેતાઓને મારી દર્દભરી વિનંતી છે કે, દિકરીના સવાલ ઉપર રાજકારણ ખેલવાનું બંધ કરો. અને સરકારશ્રીને ફરી મારી વિનંતી છે કે, દિકરીઓના સવાલ ઉપર એક ઘડીના વિલંબ વગર એકશન લેવાય તેમ પૂર્વ આરોગ્‍ય મંત્રી, હેમાબેન સૂર્યકાન્‍તભાઇ આચાર્યએ જણાવ્‍યું છે.

(2:43 PM IST)