<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ગોંડલમાં બાઇક અથડાવવા પ્રશ્‍ને સાગર, કૈલાશ, ઠાકુર પર જીવલેણ હુમલો

એમપીના ઠાકુર સીંગાડની ગોંડલ સીટી પોલીસમાં બે અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૬: ગોંડલના કડીયા લાઇન રાદડીયા ડ્રાઇફ્રુટ પાસે બાઇક અથડાવવા પ્રશ્‍ને ઝઘડો થયા બાદ યુવાન તેના નાના ભાઇ અને ભત્રીજા પર બે શખ્‍સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મધ્‍ય પ્રદેશના ખરડુ છોટી ધ સીંગાડ ફળીયુ હાલ ગોંડલ ઉમવાળા ચોકડી પાસે ભુપતભાઇ રૈયાણીની વાડીએ રહેતો ઠાકુર દીત્‍યાભાઇ સીંગાડ (ઉ.વ.ર૪) પરમ દિવસે નાનોભાઇ કૈલાશ અને ભત્રીજો સાગર ત્રણેય બાઇક પર ગામમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્‍યારે માંડવી ચોકમાં પહોંચતા સંબંધી કમલેશ નીનામા ભુગો થયેલ બાદ ચારેય ગોંડલ કડીયા લાઇન બાજુમાં ખરીદી કરવા જતા હતા ત્‍યારે કમલેશના બાઇક સાથે ડબલ સવારીમાં બાઇક પર આવેલા બે શખ્‍સોએ પોતાનું બાઇક ભટકાડતા નાનોભાઇ કૈલાશે બંને અજાણ્‍યા શખ્‍સોને મોટર સાયકલ સરખુ ચલાવવાનું કહેતા બંને શખ્‍સોએ ચારેય સાથે ઝઘડો કરી નેફામાંથી છરી કાઢી ઠાકુરને માથાના ભાગે, ભત્રીજા સાગરને પેટની ડાબી બાજુ અને નાનાભાઇ કૈલાશને જમણા હાથની કોણી અને પંજાના ભાગે ઝીંકી દેતા ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને શખ્‍સો ભાગી ગયા હતા. બાદ ત્રણેયને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ગોંડલ પોલીસે ઠાકુર સીંગાડની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ હત્‍યાની કોશીષનો ગુનો દાખલ કરી પી.એસ.આઇ. વી. જે. જાડેજા સહિતે તપાસ હાથ ધરી છે.

(11:44 AM IST)