તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહોત્સવ સમાપન
સરધારધામ દ્વારા નિર્મિત ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં ભકિતમય માહોલ ભગવાનના જયઘોષ સાથે નગરયાત્રામાં જોડાયા સેંકડો હરિભકતોઃ કથાશ્રવણ, યજ્ઞ, મહાપ્રસાદનો લાભ

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે સરધાર (રાજકોટ) મંદિર દ્વારા નિર્મિતશિખરબધ્ધ સ્વામિનારાયણ મંદિર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને મહોત્સવના પ્રેરક શ્રી નિત્યસ્વારૂપદાસજી સ્વામી તથા અન્ય સંતો-ભકતોની હાજરીમાં ઉદ્્ઘાટન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા. ૧૬ : મહુવા મા છેલ્લા ૯ દિવસ થી ચાલતા સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની દિવસે ને દિવસે ભવ્યતા સાથે દિવ્યતા પ્રસરી રહી છે ત્યારે ગઇકાલે આઠમા દિવસે બન્ને સત્ર ના કથા ના વાંચન અને વ્યાખ્યાન માળા બાદ ડી જે બેન્ડ સાથે સંતો હરિ ભક્તો ની સાથે નગર યાત્રા મહોત્સવ સ્થળથી નીકળી મુખ્ય મંદિરે પહોંચેલ અને મંદિરનું દિવ્ય વાતાવરણ સાથે ઉદ્્ઘાટન કરવામાં આવેલ હતું.
પ્રતિષ્ઠા ના આઠમા દિવસે જયારે મહોત્સવ સમાપન તરફ જતો હોય તેને લઇ મોટી સંખ્યા મા શ્રદ્ધાનું ભાથું લઇ પુણ્ય કમાવવાની ભાવના સાથે આવેલા હરિભક્તોએ બન્ને સત્રનું કથા ના શ્રવણ સાથે વ્યાખ્યાન માળા નો લાભ લીધેલ ત્યાર બાદ બપોરના સત્ર ની કથા બાદ યજમાનશ્રી તેમજ વિવિધ ક્ષેત્ર ના મહાનુભાવો, આચાર્ય શ્રી રાકેશ પ્રસાદની મહારાજ તેમજ નિત્યસ્વરૂપ સ્વામી દ્વારા સન્માન કરી ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા
સંતો મહંતો, હરિભક્તો ની સાથે ડી જે અને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે નગર યાત્રા સ્વામિનારાયણના જયઘોષ સાથે નીકળી હતી.
આ નગર યાત્રા મુખ્ય સ્વામિનારાયણ મંદિર પહોંચતા ભવ્ય દર્શનીય આતશ બાજી કરવામાં આવતા રંગ બે રંગી કલર થી આકાશ વિશેષ શોભતું હતું
આ પ્રસંગે ખાસ આચાર્યરાકેશપ્રસાદ મહારાજ સાથે નિત્યસ્વરૂપસ્વામી તેમજ અન્ય સંતો સાથે યજમાનશ્રીઓ એ જોડાઈ ને મંદિર નું ઉદ્્ઘાટન કરેલ અને સંતો એ મંદિર પ્રવેશ ઠાકોરજી સાથે કરેલ ત્યારે વાતાવરણ દિવ્ય બન્યું હતું
આજે અંતિમ દિવસે શુભમહુર્ત મા આચાર્યશ્રી દ્વારા સંતો ની પાવક હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. યુવા વિદ્યાર્થીઓને વ્યવસ્થાની વિશેષતાની દ્રષ્ટિએ સંશોધનનો વિષય બતી શકે તેવો આ મહોત્સવ અદ્્ભૂત રહ્યો હતો.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
