તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ગોંડલમાં મહિલા પર સળગતા તગારાનો ઘા કરી પથ્થરમારો કરી સગીરાની છેડતી
દંપતી અને તેની પુત્રી તાપણુ તાપતા હતા : સાત શખ્સોએ આવી ‘તારો દીકરો કયા' કહી હુમલો કર્યો : રણજીત મકવાણા, બાલા મકવાણા, રણજીતનો ભાઇ, રૂપા પાટડીયા, મીના ગોહેલ, હેતલ અને દકુ સામે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ, તા. ૧૬ : ગોંડલના ભગવતપરા વિસ્તારમાં મહિલા તેના પતિ અને તેની સગીરવયની દીકરી સાથે તાપણું કરતા હતા. ત્યારે સાત જેટલા શખસોએ આવી તેમના પર હુમલો કર્યો હતો અને જગતું તગારૂ તેના પર ઘા કરી માર માર્યો હતો. મહિલાની ૧૭ વર્ષની દીકરીની છેડતી કરી હતી. જે અંગે મહિલાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે પોકસો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં રહેતા જસવંતીબેન રાજુભાઈ ગોહેલ(ઉ.વ ૪૫) નામના મહિલાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૧૩/૧ ના સાંજના ૯:૩૦ વાગ્યે તે તથા તેમના પતિ રાજુભાઈ અને તેમની ૧૭ વર્ષની દીકરી અહીં ઘર બહાર તાપણું કરતા હતા. દરમિયાન અહીં ગોંડલમાં વિજયનગરમાં રહેતો રણજીત ગીરધર મકવાણા, બાલા ગોવર્ધન ગોહેલ, રણજીતનો ભાઈ રીક્ષા લઈને અહીં આવ્યા હતા અને કહ્યું હતું કે, તારો દીકરો રવિ કયાં છે? તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા.
દરમિયાન રણજીતની બહેન રૂપા પાટડીયા, મીના ગોહેલ, રણજીતની પત્ની હેતલ તથા દકુબેન મકવાણા અહીં આવી ગયા હતા અને ગાળો દેવા લાગ્યા હતા. દરમિયાન રણજીતે મહિલા પર જગતા લાકડાવાળું તગારૂ નાખી દીધું હતું તેમજ આ તગારૂ માથામાં માર્યું હતું હેતલ અને રૂપા તથા મીના અને દકુએ મળી લાકડા વડે માર માર્યો હતો. ફરિયાદીની ૧૭ વર્ષની દીકરી છોડાવવા વચ્ચે પડતા રૂપલે તેના પર જગતું લાકડું મારી ડાબા હાથના પોચા પર ઇજા પહોંચાડી હતી તેમજ અહીં બાજુમાં ભેલ રણજીતે ફરિયાદીની દીકરીની છેડતી કરી રણજીત સાથે રહેલ બાલા ગોહેલે દીકરીને પકડી લીધી પોતાની બાજુ ખેંચી હતી.
આ દરમિયાન ફરિયાદીના દેરાણી છોડાવવા આવતા તેમને પણ માર માર્યો હતો તેમજ બાદમાં તેઓ ઘરે ચાલ્યા જતા ઘર પર પથ્થરોના ઘા કર્યા હતા. જેથી આ અંગે મહિલાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
