તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ધ્રોલના લતીપુર પાસે અકસ્માતમાં ૩ યુવકોના મોત : જુઓ વિડિયો
લગ્ન પ્રસંગે લતિપરથી ધ્રોલ તરફથી ગત રાત્રી નાસ્તો કરીને પરત ફરતા સમયે ગોકુલપર પાસે કાર પલ્ટી જતા અકસ્માતઃ ત્રણના મોતઃ બે ઘાયલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૬ :.. ધ્રોલના લતીપર રોડ પર આવેલા ગોકુળપુર નજીક મોડી ગત રાત્રે કાર પલ્ટી મારી જતા કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓમાં ત્રણ યુવાનોના ધટના સ્થળે જ મોત થયા હતા અને બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા જામનગર ખાતે સારવાર માટે ખસેડ્યા આવ્યા હતા
ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો અનુસાર ધ્રોલ તાલુકાના લતીપુરના ધરમપુરમાં પટેલ સમાજને ત્યાં લગ્ન પ્રસંગ હોય મોડી રાત્રે પાંચે વ્યક્તિઓ નાસ્તો કરવા ધ્રોલ તરફ આવેલા નાસ્તો કરીને પરત લતિપર જઈ રહ્યા ત્યારે ધ્રોલના લતીપર ગોકુળપુરની વચ્ચે ફોરવ્હીલ કાર પલ્ટી મારી જતા કારમાં સવાર પાંચ મિત્રોમાંથી (૧) રીસીભાઇ મુકેશભાઈ ચભાડીયા ઉ.વ. ૧૯ પટેલ રે. લતીપર (૨) ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા દરબાર ઉ.વ. ૨૯ રહે જામનગર શિવનગર શેરી નંબર ૪ ઉદ્યોગ નગર શંકર ટેકરી ડાંગરવાડા જામનગર નંબર (૩) વિવેકભાઈ દિનેશભાઈ પરમાર રે. જામનગર હોવાની વિગતો મળી હતી બે વ્યક્તિ ને ઈજાઓ પહોચતા વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડયા હતા ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
