તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 16th January 2025
વાસી ઉતરાયણે પતંગના ડખ્ખામાં ધારીયા-પાઇપના ઘાઃ એક જ પરિવારના પાંચ ઘવાયા
ગોંડલના મોટા દડવા ગામે બનાવઃ પિતા-પુત્ર-દાદા સહિતના રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા.૧૬: ગોંડલના મોટા દડવા ગામે ગઇકાલે વાસી ઉતરાયણની સાંજે પતંગ બાબતે માથાકુટ થતાં એક જ પરિવારના પાંચ લોકો પર પડોશીઓએ ધારીયા, પાઇપ, ધોકા, ચેઇન ચક્કરથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા પાંચેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ મોટા દડવા ગામે ઝૂપડપટ્ટીમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં નરસીભાઇ નારણભાઇ સોલંકી (ઉ.વ.૮૦), તેના પુત્ર દિનેશભાઇ નરસીભાઇ (ઉ.વ.૫૦), પોૈત્ર વિનુ દિનેશભાઇ (ઉ.વ.૨૦), તેમજ અરવિંદ દિનેશભાઇ (ઉ.વ.૨૨) તેમજ મયુર દાદુભાઇ સોલંકી (ઉ.વ.૧૪) પર પડોશમાં જ રહેતાં વિજય, કાળુ, જગુ, રામજી સહિતે સાંજે હુમલો કરી માર મારતાં તમામ લોહીલુહાણ થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. ઘાયલોના કહેવા મુજબ ગત સાંજે વિનુ પતંગ ઉડાવતો હતો ત્યારે બાજુમાં રહેતા વિજય સાથે પતંગ ઉડાડવા બાબતે બોલાચાલી થઇ હતી. બાદમાં વિજય સહિતના તૂટી પડયા હતાં. જેમાં પાંચ જણાને ઇજા થઇ હતી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
