તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
માળીયાહાટીના પાસે ત્રિપલ સવારી બાઈકને ખાનગી લક્ઝરી બસની ટક્કરથી ૩ યુવાનને ગંભીર ઇજા
અકસ્માતથી ઇજા પામેલા યુવકોને સારવારમાં ખસેડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: માળીયાહાટીના પાસે ત્રિપલ સવારી બાઈકને ખાનગી લક્ઝરી બસની ટક્કરથી ૩ યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામના ચેતનભાઇ ધનજીભાઇ ભજગોતર તથા રોહીતભાઇ રમેશભાઇ ચાંડપા અને દિપકભાઇ પુંજાભાઇ ચાંડપા જીજે ૩૨ ડી ૮૨૧૫ નંબરના મોટર સાયકલ પર બેસીને માળીયાહાટીના તાલુકાના ગળોદર ચોકડી પાસે ગળોદર ચોકડીથી કેશોદ તરફ જતા હતા તે વખતે હાઇવે રોડ જીજે ૦૨ એક્ષએક્ષ ૯૬૧૧ નંબરની પ્રાઇવેટ લક્ઝરી બસના ચાલકે પાછળથી મોટરસાયકલને ટક્કર લગાવી હતી.
આ અકસ્માતથી ત્રણેય યુવાનોને ગંભીર ઈજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ઇજાગ્રસ્ત યુવકના ભાઈ પ્રવિણભાઇ ધનજીભાઇ ભજગોતરએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી હતી.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
