<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મોટાદડવામા પતંગ લૂંટવા બાબતે દેવીપુજક પરીવારના બે જૂથ વચ્ચે ધીંગાણું: ૭ ને ઇજા

પ્રથમ બાળકો વચ્ચે બોલાચાલી બાદ મોટા વચ્ચે ઝઘડો થયો:એક જૂથે પોલીસને જાણ કરતા પોલીસે એક સામે અટકાયતી પગલા લેતા મામલો ધીંગાણા સુધી પહોંચ્યો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.16 :  ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા દડવા ગામે ગઈકાલે પતંગ લૂંટવાની બાબતે દેવીપુજક પરિવારના બે જૂથ વચ્ચે ધીંગાણું થતાં સાત વ્યક્તિને ઇજા થઈ છે જેમાંથી પાંચ ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે આટકોટ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોટાદડવા ગામે દેવીપુજક પરિવારના બે જૂથ વચ્ચે પતંગ લૂંટવા બાબતે પ્રથમ બાળકો વચ્ચે બોલા ચાલી થઈ હતી ત્યારબાદ બંને જૂથના મોટા વ્યક્તિઓ વચ્ચે આ બાબતે બોલાચાલી થતા એક જૂથના વ્યક્તિએ આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસે એક વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેતા આ વ્યક્તિના દીકરાઓ સહિત 10 જેટલા લોકોએ ધારીયા,પાઇપ લાકડી સહીતના હથીયારો લઇ સામેના જૂથના ઘરમાં ઘૂસી સાત લોકોને આડેધડ માર મારતા તમામને ત્રણ 108 મારફત જસદણ સરકારી દવાખાને સારવાર માટે ખેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર અને વધુ બીજા પામેલા પાંચ લોકોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે એક ગર્ભવતી મહિલા ને પણ પેટમાં પાટુ મારતા તેઓને ચક્કર આવતા પડી ગયા હતા.

આ ધીંગાણા દરમિયાન ભારે હો હા  ગોકીરો અને ઇજાગ્રસ્તોની ચીસોથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

આ બનાવમાં નરસિંહભાઈ નારણભાઈ સાંઢમિયા ઉં.વર્ષ 80, દિલીપભાઈ નરસિંહભાઈ સાંઢમિયા ઉં.વર્ષ 50,વિનુભાઈ દિલીપભાઈ સાંઢમિયા ઉં.વર્ષ 30,અરવિંદભાઈ દિલીપભાઈ સાંઢમિયા ઉં.વર્ષ 22,મયુરભાઈ દડુભાઇ સાંઢમિયા ઉં.વર્ષ 16,ભાનુબેન દિલીપભાઈ સાંઢમિયા ઉં.વર્ષ 22 અને કિરણબેન અરવિંદભાઈ સાંઢમિયા ઉં.વર્ષ 21 ને બીજા પહોંચી છે.

(10:29 AM IST)