તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
સૌરાષ્ટ્રના ધ્રોલ પંથકમાં મોડી રાત્રે ભયંકર અકસ્માત: ૩ના મૃત્યુ: ૨ ને ગંભીર ઈજા

ધ્રોલ: (સંજય ડાંગર દ્વારા) રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ જામનગર જિલ્લાના ધ્રોલ ના લતીપર અને ગોકુળપુર ગામની વચ્ચે ગઈ મોડી રાત્રીના એક ફોર વિલ મોટર પલ્ટી મારી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ૩ ના સ્થળ પર જ મોત થયા છે જ્યારે અન્ય ૨ ને ઇજાઓ થયાનું જાણવા મળે છે.
આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનારના મૃતદેહોને ધ્રોલ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે.
પ્રાથમિક અહેવાલો મુજબ મૃત્યુ પામનારના નામો નીચે પ્રમાણે છે.
(૧) રીસીભાઇ મુકેશભાઈ ચભાડીયા પટેલ રહે. લતીપર ગામ તાલુકો ધ્રોલ જીલ્લો જામનગર નંબર
(૨) ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા દરબાર રહે. જામનગર શિવ નગર શેરી નંબર 4 ઉદ્યોગ નગર શંકર ટેકરી ડાંગરવાડા જામનગર
(૩) વિવેકભાઈ દિનેશભાઈ પરમાર રહે. જામનગર, શ્રીજી હોલ પાસે..
વધુ બે વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી છે, તેઓને જામનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહેલ છે.
હાલ ઘટના સ્થળ પર ધ્રોલ પોલીસે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
