<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

કચ્છના મુન્દ્રાના બારોઇ રોડ પર પંતગની દોરથી એક બાળકનુ મોત થયું

પિતા સાથે બાઇક પર જઇ રહેલા યુગ સોની નામના બાળકનુ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત

કચ્છના મુન્દ્રાના બારોઇ રોડ પર પંતગની દોરથી એક બાળકનુ મોત થયું છે. પિતા સાથે બાઇક પર જઇ રહેલા યુગ સોની નામના બાળકનુ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત થવા પામ્યું છે. બાઇક પર ઉભા રહેલા બાળકના ગળામાં દોરીથી ઇજા પહોચી હતી. સારવાર મળે તે પહેલા બાળકનુ મોત થયુ હતું. આ અંગે મુન્દ્રા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

(10:08 PM IST)