News of Wednesday, 15th January 2025
શ્રી ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિના પ્રમુખ તરીકે સતત પાંચમી વખત ચૂંટાતા દેવેનભાઇ શેઠ

રાજકોટઃ શ્રી ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિના કારોબારી સમિતીની ચુંટણી યોજવામાં આવેલ. જેમાં દેવેનભાઇ શેઠના પ્રમુખ પદ હેઠળની પેનલ બિનહરીફ ચુંટાય આવેલ. જેમાં પ્રમુખ તરીકે દેવેનભાઇ શેઠ મો.૯૮૭૯પ ૧૧૩પ૦, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઇ મહેતા, મંત્રી તરીકે મનીષભાઇ મોદી, સહમંત્રી તરીકે અમીતભાઇ શેઠ તથા ખજાનચી તરીકે મેહુલભાઇ શેઠ તેમજ અન્ય ૧૦ કારોબારી સભ્યો બીનહરીફ ચુંટાય આવેલ.
દેવેનભાઇ શેઠ સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ બન્યા છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ્ઞાતિની વાડીને એકદમ નવા જ રંગરૂપ રૂા.૧ કરોડના ખર્ચે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્ઞાતિજનોને તેલ, ખાંડ, તુવેરદાળ, ઘઉં વિગેરે સામગ્રી દર વર્ષે સબસીડી દ્વારા જ્ઞાતિજનોને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત શૈક્ષણીક સહાય, મેડીકલ સહાય તેમજ જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક સહાય જ્ઞાતિ તરફથી આપવામાં આવે છે. દર વર્ષે એકદમ રાહત દરે ૪ થી પ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. દેવેનભાઇ શેઠના કાર્યકાળ દરમ્યાન શેઠ બ્રધર્સ પરિવાર તરફથી જ્ઞાતીને આશરે ૪૦ થી પ૦ લાખ રૂપીયાનું અનુદાન આપવામાં આવ્યું છે. શહેરના ગીચ વિસ્તારોમાં આવેલ તમામ જ્ઞાતિની વાડી કરતા ઘોઘારી કપોળ જ્ઞાતિની વાડી સૌથી વધુ વિશાળ જગ્યા તથા તમામ આધુનીક સગવડોથી સજજ છે. જેના કારણે વર્ષના સૌથી વધુ દિવસો આ વાડી બુક થઇ જાય છે. વ્યાજબી ભાડુ અને વધુ સવલતોને કારણે લોકો ભાવનગર ઘોઘરી કપોળ જ્ઞાતિ બુક કરાવવાનું પસંદ કરે છે. સૌ સભ્યોના સહીયારા પ્રયાસથી જ્ઞાતિનો વહીવટ એકદમ સરસ રીતે ચાલી રહયો છે. હાલમાં આ કમીટી માર્ચ ર૦ર૮ સુધી કાર્યરત રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
