તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ત્રણ માર્ગોમાટે ૧૧.૩૦ કરોડ મંજૂર

લીલીયા ક્રાંકચના રોડ સ્લેબ ડ્રેનેજના ૪૨૫ લાખ, લીલીયા પાંચ તલાવડા રોડ ૫૮૦ લાખ, પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના ૧૨૫ લાખ મંજૂર : મહેશ કસવાળાની રજૂઆત ફળી
(ઇકબાલ ગૌરી દ્વારા)સાવરકુંડલા તા.૧૫:સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક માં ચૂંટાઈ ને આવેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ ૨ વર્ષના ટુંકા ગાળામાં ગ્રામીણ ગામડાઓના માર્ગોને નવીનીકરણ કરવા વિકાસની નવતર કેડી કંડારી છે ને વિકાસના લક્ષ સાથે માત્ર રોડ રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ટો સરકારશ્રી માંથી મંજૂર કરાવવામાં અવ્વલ ધારાસભ્ય કસવાળા માર્ગ મકાન સ્ટેટ હસ્તકના ૩ રોડ પર મંજૂરીની મહોર સરકારશ્રીની લાગી છે ત્યારે અમરેલી લીલીયા ક્રાંકચ માર્ગ પર જુદા જુદા જગ્યાઓમા રૂ.૪૨૫ લાખના સ્લેબ ડ્રેઈનો બનશે જ્યારે લીલીયા પાંચતલાવડા રોડમા રૂપિયા ૫૮૦ લાખનું સ્લેબ ડ્રેઈનનું કામ થશે, પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના વધારાના કામ રૂ.૧૨૫ લાખ મળીને કુલ ૧૧.૩૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હોય ત્યારે ગામડે ગામડે માર્ગો સુંદર અને રળિયામણા બને તેવા અભિગમને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવવામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ કમર કસી હતી જેમાં સફળતા મળતા ગ્રામીણ ગામડાઓના સ્થાનિકોની અગવડતાને સગવડતામાં સિદ્ધ કરી બતાવી હોવાની સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.(
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
