તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
વિસાવદરની ૬ વર્ષની પાટીદાર વિદ્યાર્થીની કુ.જસ્વી પટેલનુ અદ્ભુત જ્ઞાન કૌશલ્ય
એક અબજ સુધીના આંક લખી શકે, વાંચી શકે, બોલી શકે છે : ગણીતના સરવાળા-બાદબાકી-ભાગાકાર-ગુણાકાર, અંગ્રેજી-હિન્દીનુ વાંચન-લેખન, કોમ્પ્યુટર પર ટાઈપીંગ બધુ જ ફાસ્ટ-કડકડાટ..!! : ગાંધીનગર ખાતે સન્માન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧પઃ વિસાવદરની ૬ વર્ષની પાટીદાર વિદ્યાર્થીની કુ.જસ્વી પટેલ અદભુત જ્ઞાન કૌશલ્ય ધરાવે છે. એક અબજ સુધીના આંક લખી શકે, વાંચી શકે, બોલી શકે છે. ગણીતના સરવાળા-બાદબાકી-ભાગાકાર-ગુણાકાર, અંગ્રેજી-હિન્દીનુ વાંચન-લેખન, કોમ્પ્યુટર પર ટાઈપીંગ બધુ જ ફાસ્ટ-કડકડાટ સ્વરૂપે નિહાળી અચંબો પમાડે છે. આ તેજસ્વી બાળાનુ ગાંધીનગર ખાતે સન્માન કરવામા આવ્યુ છે. વિસાવદર સ્થિત નોબલ એકેડેમી તથા નિર્મલા ઇંગ્લિશ સ્કૂલના સંચાલક ભરતભાઈ ભાલિયાની દોહિત્રી કુ. જસવી પટેલની અદભુત જ્ઞાન કૌશલ્ય ધરાવતી બાળાનું અક્ષર એકેડેમી-ગાંધીનગર ખાતે અક્ષર એકેડેમી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર બી.સી.રાઠોડના હસ્તે સન્માન કરાયુ હતુ. કુ. જશવી પટેલ અદભુત જ્ઞાન કૌશલ્ય ધરાવે છે. તેમની ઉંમર માત્ર સાડા છ વર્ષની છે. તેમની જન્મ તા.૨૯-૭-૨૦૧૮ છે. તે હાલ નોબલ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. તે જ્ઞાન કૌશલ્ય અદભુત ધરાવે છે. આ બાળકી એક અબજ સુધીની સંખ્યાઓ લખી વાંચી શકે છે. ઉપરાંત ગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ઉપરાંત તે હિન્દી-ઇંગ્લિશનું વાંચન-લેખન ઉપરાંત કોમ્પ્યુટર પર ટાઈપિંગ પણ કરી શકે છે. સામાન્ય જ્ઞાન, જનરલ સાયન્સ અને રિઝનિંગ માટે ક્લાસ થ્રીની પરીક્ષાઓ લેવાય છે તે તેના મોટાભાગના ગણિતના પ્રશ્નો સોલ્વ કરી શકે છે. હાલ તે ઘણી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળામાં મોટીવેશનલ તરીકે પણ જાય છે. તેમના મમ્મી હેતલબેન ભાલીયા મોડાસામાં ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમના અધિક્ષક છે. તેઓ તેમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો લાવેલ તે વાંચીને કુ.જસ્વીએ આ નોલેજ મેળવેલ છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી આ બાળકી ઇંગલિશ કરકરાટ વાંચી શકે છે. ખુબીની વાત એ છે કે એમણે કયાંય પણ ગોખણપટીને સ્થાન આપેલ નથી, દાખલાઓ એવી રીતે સોલ્વ કરવા માટે તેની શોર્ટ ટ્રીકની રીતે પણ જાણી છે. તેની રીતની મદદથી તે સોલ્યુશન કરે છે ભવિષ્યમાં આ બાળકી ખૂબ જ પ્રગતિ કરશે એવી માતા-પિતા-પરિવાર અભિલાષા ધરાવે છે. હાલ લેવાતી સિવિલ સર્વિસની પરીક્ષાઓની મેથડ પણ આ બાળા અદ્ભુત રીત જાણે છે. કુ.જસવી પટેલ મો.૯૫૧૨૯ ૪૦૮૪૪
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
