<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને તીર્થરાજ પ્રયાગના મહાકુંભ દરમિયાન "સાહિત્ય વિભૂષણ"ની પદવી આપવાની જાહેરાત

આચાર્ય મહાસભા ના અધ્યક્ષ અને પંચનામ જૂના અખાડા ના મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગીરીજી મહારાજે જાહેરાત કરી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૫ : લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને તીર્થરાજ પ્રયાગના મહાકુંભ દરમિયાન "સાહિત્ય વિભૂષણ"ની પદવી આપવાની જાહેરાત કરાઈ છે.

આચાર્ય મહાસભા ના અધ્યક્ષ અને પંચનામ જૂના અખાડા ના મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદ ગીરીજી મહારાજે તીર્થરાજ પ્રયાગ માં ચાલતા મહાકુંભ દરમ્યાન શ્રી માયાભાઈ આહિર ને "સાહિત્ય વિભૂષણ" ની પદવી આપવા ની જાહેરાત કરી હતી. અને સભાપતિ શ્રી પ્રેમગીરીજી મહારાજ ના વરદ હસ્તે આ પદવી થી સન્માનિત કરવા માં આવ્યા જે આપણા  માટે અને દરેક ગુજરાતીઓ માટે ગૌરવ ની ક્ષણ કહી શકાય છે.

(1:08 PM IST)