News of Wednesday, 15th January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારોઃ નલીયા ૬.૮, રાજકોટમાં ૧૦.૮ ડીગ્રી
પવનનુ જોર વધ્યુ અને લઘુતમ તાપમાનનો પારો ફરી નીચે ઉતરતા ઠંડક એકાએક વધી

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી ફરી ઠંડીમાં વધારો થતા વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું છે. આજે કચ્છના નલીયામાં ૬.૮, રાજકોટમાં ૧૦.૮, ભુજ ૧૧.૪, અમરેલી ૧૩, જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગઇકાલથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે અને પવનનું જોર પણ વધતા ઠંડકની વધુ અસર અનુભવાઇ રહી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ગોહીલવાડ પંથકમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. આજે સોમવારે પણ ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧પ.૬ ડીગ્રી રહેવા પામ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું જયારે પવનની ઝડપ ૧ર કિ. મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪ :.. મહત્તમ તાપમાન ર૪, ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ગતિ ૭.૩ કિ. મી. રહી હતી.

(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
